Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

નવસારીની નદીઓના જળસ્તરમાં વધારો  શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નગર પાલીકાએ 776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડયા  Navsari:સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે નવસારી (Navsari)જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડન...
10:47 PM Aug 26, 2024 IST | Hiren Dave
  1. નવસારીની નદીઓના જળસ્તરમાં વધારો 
  2. શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
  3. નગર પાલીકાએ 776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડયા 

Navsari:સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે નવસારી (Navsari)જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી (Navsari)જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

આજરોજ ગણદેવી તાલુકાના બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -Dwarka: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી..

ગણદેવીમાં 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર ખસેડાયા

ગણદેવી તાલુકાના ઉંડાચ વા.ફ., દેવધા, તોરણગામ, ઉંડાચ લુ.ફ., ભાઠા, બીલીમોરા નગર પાલીકા, તલીયારા, સરીખુર્દ, વાધરેચના લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જેમાંથી 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર અને અન્ય નાગરિકો પોતાના સગાસંબંધિ તથા અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ આશ્ર્યસ્થાન ઉપર નાગરિકો માટે અંદાજીત ફુડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, જલારામ માનવ સેવા ટ્રસ્ટ-બીલીમોરા, ગણદેવી નગરપાલીકા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -Bharuch:રેડ એલર્ટ વચ્ચે નર્મદાની જળ સપાટીમાં ઘરખમ વધારો!

નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે શહેરના ઠક્કર બાપા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશતા ગણપતિ દાદાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, ઠક્કર બાપા વિસ્તારના ગણપતિ મંડપમાં પાણી આવતા ગણેશ ભક્તોએ ગણપતિદાદાને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

નવસારી શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારો…

આ પણ  વાંચો -Gujarat માં ભારે વરસાદને લઈને તંત્રની તડામાર તૈયારીઓ

નવસારી જિલ્લામાં વરસી રહેલ અનરાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યું છે ત્યારે આજરોજ નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં પાણીના સ્તરમાં સતત વધારો થતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાના ફાયર સ્ટેશનના કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેસરા કુંભારવાડમાં 20 વ્યક્તિઓ ફ્સાઇ જતાં બીલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે.

Tags :
Breaking News In Gujaratidrowned in floodGandevi rainGujarat FirstGujarati breaking newsGujarati NewsLatest Gujarati NewsLatest News In GujaratiMONSOON 2024NavsariNews In GujaratiRain Videowater
Next Article