Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri 2024 : સ્વામિનારાયણનાં વધુ એક સંતનો બફાટ, કહ્યું- પહેરવેશનાં નામે માત્ર અંગ પ્રદર્શન..!

અનુપમ સ્વરૂપ સ્વામીનો નવરાત્રી (Navratri 2024) પર બફાટ મારતો વીડિયો વાઇરલ કોઈ એમ કહે છે આ નવરાત્રી નહીં, લવરાત્રી છે : અનુપમ સ્વરૂપ સ્વામી નવરાત્રીનાં કારણે છૂટાછેડાં થતાં હોવાનો પણ સ્વામીએ દાવો કર્યો ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ...
navratri 2024   સ્વામિનારાયણનાં વધુ એક સંતનો બફાટ  કહ્યું  પહેરવેશનાં નામે માત્ર અંગ પ્રદર્શન
  1. અનુપમ સ્વરૂપ સ્વામીનો નવરાત્રી (Navratri 2024) પર બફાટ મારતો વીડિયો વાઇરલ
  2. કોઈ એમ કહે છે આ નવરાત્રી નહીં, લવરાત્રી છે : અનુપમ સ્વરૂપ સ્વામી
  3. નવરાત્રીનાં કારણે છૂટાછેડાં થતાં હોવાનો પણ સ્વામીએ દાવો કર્યો

ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની (Navratri 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. માઈભક્તોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ચોતરફ આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. ત્યારે આ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan) એક સ્વામીનાં વક્તવ્યથી વિવાદ સર્જાયો છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : પેપોળ ગામનાં 24 વર્ષીય વીર જવાને કલકત્તાનાં કુચ બિહારમાં શહીદી વિહોરી

અનુપમ સ્વરૂપ સ્વામીનો નવરાત્રી પર બફાટ

રાજ્યમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતનો બફાટ મારતો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનુપમ સ્વરૂપસ્વામીનો (Anupam Swarupa Swamy) એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ નવરાત્રીને (Navratri 2024) લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સંભળાય છે. આ વાઇરલ વીડિયોમાં અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને 'લવરાત્રી' ગણાવતા વિવાદ છંછેડાયો છે. આ વાઇરલ વીડિયોમાં અનુપમ સ્વરૂપ સ્વામી કહે છે કે, કોઈ એમ કહે છે આ નવરાત્રી નહીં, 'લવરાત્રી' છે. કોઈ એમ કહે છે આ નવ દિવસનો નાઈટ ફેશન શો છે. કોઈ એમ કહે છે માતાજીની પૂજાનાં નહીં, વાસનાનાં પૂજારીઓની પૂજાનાં દિવસો આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : લોકોની સામે રેલવે એન્જિનિયર ટ્રેન આગળ સૂઈ ગયો અને પછી..! જુઓ હચમચાવતો Video