ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navratri 2024 : પ્રથમ નોરતે મંગળા આરતી માટે ગત રાતથી જ્યાં જગ્યા મળી ત્યાં ભક્તો ગોઠવાઈ ગયા, જુઓ Video

પ્રથમ નોરતે પાવાગઢમાં માઈભક્તોનું ઘોડાપુર મંગળા આરતીમાં ભાગ લેવા ગત રાતથી આવ્યા મંદિરમાં વિશેષ શણગાર, દર્શનની યોગ્ય વ્યવસ્થા કરાઈ આજથી મા અંબાની (Maa Amba) આરાધનાનો પવિત્ર પર્વ નવરાત્રિની (Navratri 2024) શરૂઆત થઈ છે. આજથી નવ દિવસ સુધી માઈભક્તોમાં અનેરો...
08:51 AM Oct 03, 2024 IST | Vipul Sen
  1. પ્રથમ નોરતે પાવાગઢમાં માઈભક્તોનું ઘોડાપુર
  2. મંગળા આરતીમાં ભાગ લેવા ગત રાતથી આવ્યા
  3. મંદિરમાં વિશેષ શણગાર, દર્શનની યોગ્ય વ્યવસ્થા કરાઈ

આજથી મા અંબાની (Maa Amba) આરાધનાનો પવિત્ર પર્વ નવરાત્રિની (Navratri 2024) શરૂઆત થઈ છે. આજથી નવ દિવસ સુધી માઈભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળશે. ગુજરાત સહિત વિશ્વભરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન માઈભક્તો માતાજીનાં દર્શન કરવા માટે અંબાજી (Ambaji), પાવાગઢ સહિતનાં વિવિધ ધામે પણ જતા હોય છે. ત્યારે પ્રથમ નોરતે પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની મંગળા આરતીમાં માઈભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો -Navratri 1st Day: મા શૈલપુત્રીને અર્પણ કરો આ વસ્તુ,જાણો પૂજા મંત્ર અને તેનું મહત્વ

પ્રથમ નોરતે પાવાગઢમાં માઈભક્તોનું ઘોડાપુર

આસો નવરાત્રિનાં (Navratri 2024) પ્રથમ નોરતે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ (Pavagadh) ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની મંગળા આરતી (Mangala Aarti) કરવામાં આવી હતી. પ્રથમ નોરતે જગતજનની મહાકાળી માતાજીનાં દર્શન કરવા માટે માઈભક્તોનું ઘોડાપુર ઊમટ્યુ હતું. જણાવી દઈએ કે, પ્રથમ નોરતે માતાજીનાં મંદિરનાં પ્રવેશ દ્વારને ફૂલોથી અદભુત રીતે શણગારવામાં આવ્યો છે. સાથે જ મંદિરની ફરતે વિવિધ રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી છે.

આ પણ વાંચો -Ahmedabad : પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જાણો દિવસભરનાં કાર્યક્રમો

ગત રાત્રિથી દર્શનાર્થીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા

પ્રથમ નોરતે મંગળા આરતીમાં ભાગ લેવા માટે ગત રાત્રિથી દર્શનાર્થીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા હતા. જ્યારે, વહેલી સવારે 4 વાગે નિજ મંદિરનાં દ્વાર ખુલતા જ પાવાગઢ (Pavagadh) ડુંગર માતાજીનાં જય ઘોષનાં નાદથી ગૂંજી ઊઠ્યું હતું. પાવાગઢ ડુંગર અને તળાવ ફરતે જ્યાં જોવો ત્યાં માઇભક્તોની ભીડ જોવા મળી. નવરાત્રિનાં નવ દિવસ માઈભક્તો માતાજીનાં દર્શનાર્થે આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો -પરોઢ સુધી ગરબાનું આયોજન કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું આવશ્યક

Tags :
GarbaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMaa AmbaMahakali MatajiMangala AartiNavratri 2024Navratri FestivalNorataPavagadh
Next Article