Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri 2023 : ખેલૈયાઓએ પાસ તો ખરીદ્યા પણ ગરબા રમવા ન મળ્યું, ગરબાના આયોજક ત્રીજા નોરતે જ ઉઠી ગયા...!

રાજ્યમાં નવરાત્રીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ચોથું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે અમદાવાદથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. ભાડજમાં ગરબાના આયોજનમાં ખેલૈયાઓ...
navratri 2023   ખેલૈયાઓએ પાસ તો ખરીદ્યા પણ ગરબા રમવા ન મળ્યું  ગરબાના આયોજક ત્રીજા નોરતે જ ઉઠી ગયા

રાજ્યમાં નવરાત્રીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ચોથું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે અમદાવાદથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. ભાડજમાં ગરબાના આયોજનમાં ખેલૈયાઓ રઝળી પડ્યા હતા. રાતોરાત પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું હતું.

Advertisement

મહત્વનું છે કે, આયોજકોએ તે દિવસના પાસ પણ વહેંચ્યા હતા અને ખેલૈયાઓએ પૈસા આપીને ગરબા રમવા માટે પાસ ખરીદ્યા હતા. પરંતુ જ્યારે ખેલૈયાઓ ગરબા ઘૂમવા પાર્ટીપ્લોટમાં પહોંચ્યા તો ખબર પડી કે, અહીં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તે બંધ છે. આ સંભાળીને ખેલૈયાઓ ખૂબ નિરાશ થયા હતા અને ખરીદેલા પાસના પૈસા પરત આપવાની માગ કરી રહ્યા હતા. અહીં એક દિવસના પાસની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. ત્યારે આવી મોટી રકમ વસૂલ્યા બાદ પણ ગરબા ન રમાતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Advertisement

તમને જણાવી દઈએ કે, SP રિંગ રોડ પર આવેલા સાયન્સ સિટી સર્કલ પાસે એટ 7 સિઝના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્રીજા દિવસે ખેલૈયાઓને ગરબા ન રમાડવામાં આવતા ભારે હોબાળો થયો હતો. પૈસેથી પાસ ખરીદીને ખેલૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા, ત્યારે ગરબાસ્થળે પહોંચીને ખબર પડી કે ગરબા રમાડવાના નથી. ત્યારે પાસના રૂપિયા વસૂલીને પણ ગરબા ન રમાડવામાં આવતા ખેલૈયાઓ રઝળી પડ્યા હતા.

આ પણ વાંચો : Ambaji News : શારદીય નવરાત્રી, ચોથું નોરતું, મા અંબાના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં….

Advertisement

Tags :
Advertisement

.