Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, PM Modi કાર્યકમમાં દિલ્હીથી વર્ચુઅલ જોડાયા

આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ છે. 43 દેશના લોકો 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપટર જોડાયા
નવકાર મહામંત્ર દિવસ  અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ   pm modi કાર્યકમમાં દિલ્હીથી વર્ચુઅલ જોડાયા
Advertisement
  • 20 મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ પર નવકાર મંત્રનો જાપ થયા
  • આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ
  • 43 દેશના લોકો 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપટર જોડાયા

20 મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ પર નવકાર મંત્રનો જાપ થયા છે. આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ છે. 43 દેશના લોકો 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપટર જોડાયા છે. કુલ 400 સ્થળ પર કાર્યક્રમનું આયોજન જ્યાં 7 લાખ લોકો જોડાયા છે. ગુજરાતમાંથી 1 લાખ ઉપર લોકો જોડાયા છે. આગામી વર્ષમાં 9 એપ્રિલ નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી અયોજકોની ઈચ્છા છે. નવકાર મંત્રનો 9, કાર્યક્રમ શરૂ થવાનો સમય 8.01 મિનિટ અને નવના મહત્વને લઈ 9 એપ્રિલે નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી આયોજકોની ઈચ્છા છે.

Advertisement

PM નરેન્દ્ર મોદી કાર્યકમમાં દિલ્હીથી વર્ચુઅલ જોડાયા

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે 'નવકાર મહામંત્ર' દિવસનું ઐતિહાસિક આયોજન કરાયું છે. જે એક અદ્ભૂત ક્ષણ સાબિત થઇ છે. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. એટલું જ નહીં, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મંત્રોચ્ચારથી આત્મ-શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે. આ અવસરે એકસાથે હજારો જૈનો નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. જેમાં PM નરેન્દ્ર મોદી કાર્યકમમાં દિલ્હીથી વર્ચુઅલ જોડાયા છે.

Advertisement

દર વર્ષે નવમી એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ મનાવવામાં આવશે

દર વર્ષે નવમી એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ મનાવવામાં આવશે. આ દિવસ નિમિત્તે દુનિયાભરમાં દરેક દેશના મોટા શહેરોમાં નવકાર મહામંત્રના જાપ અને ધ્યાનનું આયોજન કરવામાં આવશે, જેથી વિશ્વમાં આધ્યાત્મિક શાંતિ અને ઊર્જાનો પ્રસાર થઈ શકે. જૈન દર્શનમાં પ્રાર્થનનો હેતુ જ ચરિત્રભર્યું જીવન જીવવાનો છે. નવકાર મહામંત્ર દિવસ ઊજવવાનો હેતુ ફક્ત જાપ કરવાનો નથી, પરંતુ નવકાર મંત્રના ઊંડાણપૂર્વકનો અર્થ સહિતની વિગતો તમામ ભાષામાં પ્રકાશિત થઈને ઘરે-ઘરે પહોંચે તે પણ છે. જૈન દર્શનમાં નવકાર મંત્રનો ભારોભાર મહિમા કરાયો છે.

હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે

GMDC ખાતેના આયોજનમાં રાજકીય નેતાઓ તેમજ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહ્યા છે. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં પહોંચવા માટે 450 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. GMDC ગ્રાઉન્ડમાં 450થી વધુ કળશ મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રા કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવ્યા છે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કર્યો છે. હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat : નવકાર મંત્રનો આજે સર્જાશે વિશ્વ રેકોર્ડ, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાયો કાર્યક્રમ

Tags :
Advertisement

.

×