Dark Days Of Emergency : કટોકટીના કાળને યાદ કરી PM Modi એ કર્યું Tweet, કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઈમરજન્સી (Emergency) દરમિયાન વિરોધ કરનારા નેતાઓને યાદ કર્યા. PM Modi એ દેશમાં ઈમરજન્સી (Emergency) દરમિયાન વિરોધ પ્રદર્શન કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. PM Modi એ કહ્યું કે ઈમરજન્સીના કાળા દિવસો (Dark Days Of Emergency) આપણા ઈતિહાસની એક અવિસ્મરણીય ક્ષણ છે જે આપણા બંધારણના મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.
PM Modi નું Tweet
હું એ તમામ સાહસી લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને આપણી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. ઈમરજન્સીના કાળા દિવસો આપણા ઈતિહાસની એક અવિસ્મરણીય ક્ષણ છે, જે આપણા બંધારણના મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.
CM Bhupendra Patel નું Tweet
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) ઈમર્જન્સી હટાવી લોકશાહી સ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપનારા રાષ્ટ્રભક્તોને નમન કરતા લખ્યું કે, 25 જૂન 1975 નો એ કાળો દિવસ જ્યારે તત્કાલીન આપખુદ સત્તાધીશો અને સરકારે દેશમાં કટોકટી લાદીને લોકશાહી પર કુઠારાઘાત કર્યો. તાનાશાહીના એ શાસનમાં દેશવાસીઓના અધિકારો પર તરાપ મારવામાં આવી. કટોકટીના એ સંઘર્ષમય કાળમાં લોકતંત્રને પુનઃસ્થાપિત કરવા અમૂલ્ય યોગદાન આપનારા સૌ રાષ્ટ્રભક્તોને આદરસહ વંદન પાઠવું છું.
ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi નું Tweet
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) વડાપ્રધાન મોદી અને ભાજપનું ટ્વીટ કરી ઈમર્જન્સીના નાયકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિ હતી.
Union Home Minister Amit Shah નું Tweet
કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહે (Amit Shah) ટ્વીટ કરી લખ્યું કે, આજના જ દિવસે 1975 માં એક પરિવારે પોતાના હાથમાંથી સત્તા ચાલી જવાના ડરથી જનતાના અધિકારો છિનવી તથ લોકશાહીની હત્યા કરી દેશ પર કટોકટી લાદી હતી. પોતાના સ્વાર્થ માટે લાદવામાં આવેલી કટોકટી, કોંગ્રેસની તાનાશાહી માનસિકતાનું પ્રતિક અને ક્યારેયના ભૂંસાનારું કલંક છે. તે કપરા સમયમાં અનેક પીડા સહન કરીને લોકશાહીને પૂનર્જિવિત કરવા માટે લાખો લોકોએ સંઘર્ષ કર્યો. હું પણ તે દરેક દેશભક્તોને દિલને નમન કરું છું.
દેશમાં 19 મહિના રહી હતી Emergency
ઈમરજન્સીની સાથે ઈન્દિરા ગાંધીએ બંધારણમાં સુધારો કર્યો અને સંસદની મુદત એક વર્ષ વધારી દીધી. આ સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો હતો. ચૂંટણી યોજવી એ મજબૂરી હતી. ઇમરજન્સી 19 મહિના સુધી ચાલી. માર્ચ 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસનો સફાયો થયો. ઈન્દિરા ગાંધી પણ તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી હારી ગયા હતા. દક્ષિણ ભારતમાં કોંગ્રેસની લાજ થોડીક બચી હતી, પરંતુ ઉત્તર ભારતમાંથી તે જડમૂળમાંથી ઉખડીને ફેંકાઈ ગઈ હતી.
આ પણ વાંચો : ઈજિપ્તમાં PM નું ઉષ્માભર્યું સન્માન, ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ, મોદી મોદીની થઈ નારેબાજી, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.