Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

National Unity Day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી એક ભારત શ્રેષ્ઠ ભારત - દોડશે અમદાવાદ, જોડશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન થયું ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ...
12:41 PM Oct 31, 2023 IST | Vipul Pandya

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

એક ભારત શ્રેષ્ઠ ભારત - દોડશે અમદાવાદ, જોડશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન થયું

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

૪.૨ કિલોમીટરની દોડમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.

રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.

મેયર સહિતના મહાનુભાવો હાજર

આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, ધારાસભ્યો તેમજ તમામ કાઉન્સિલરો અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો---PM મોદીએ કેવડિયામાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Tags :
Ahmedabad Municipal CorporationBhupendra PatelNational Unity DayRiverFrontRun for Unitysardar patel
Next Article