Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ભારતીય અવકાશયાત્રી ISRO-NASA ના મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવશે

Pilot તરીકે બે Astronaut Pilot ની પસંદગી કરી છે ISRO-NASA વચ્ચે ઉડાન સહયોગને પણ મજબૂત બનશે NASA અને SpaceX સાથે ભાગીદારી કરાઈ ISRO-NASA Space Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી છે કે ગ્રુપ કેપ્ટન Shubhanshu Shukla...
આ ભારતીય અવકાશયાત્રી isro nasa ના મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવશે
Advertisement
  • Pilot તરીકે બે Astronaut Pilot ની પસંદગી કરી છે

  • ISRO-NASA વચ્ચે ઉડાન સહયોગને પણ મજબૂત બનશે

  • NASA અને SpaceX સાથે ભાગીદારી કરાઈ

ISRO-NASA Space Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી છે કે ગ્રુપ કેપ્ટન Shubhanshu Shukla ને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે આવનારા India-US Mission માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે કેપ્ટન પ્રશાંત નાયરની પણ આ મિશન માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ બેકઅપ તરીકે આ મિશન પર જશે.

Pilot તરીકે બે Astronaut Pilot ની પસંદગી કરી છે

ISRO એ જણાવ્યું હતું કે તેમના Human Space Flight Center Space Station પર તેના Axiom-4 મિશન માટે Axiom Space Inc. US સાથે સ્પેસફ્લાઇટ કરાર કર્યો છે. National Mission Assignment Board એ આ મિશન માટે પ્રાઇમ અને બેકઅપ મિશન Pilot તરીકે બે Astronaut Pilot ની ભલામણ કરી છે. ગ્રુપ કેપ્ટન Shubhanshu Shukla ને ચીફ પાઈલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ કેપ્ટન પ્રશાંત Balakrishnan Nair ને બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Tel Aviv માં રહેલા ભારતીયો માટે ભારતીય Embassy એ જાહેર કરી આ Advisory

ISRO-NASA વચ્ચે ઉડાન સહયોગને પણ મજબૂત બનશે

આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ઉડાન ભરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવશે. ત્યારે મિશન માટે પંસદ કરાયેલા Astronaut ઓગસ્ટ 2024 માં મિશન માટે રવાના થશે. તેના મિશનમાં Astronaut ISS પર પસંદગીના વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજી નિદર્શન પ્રયોગો હાથ ધરશે. આ મિશન દરમિયાન મેળવેલ અનુભવ ભારતીય કાર્યક્રમ માટે ફાયદાકારક રહેશે અને ISRO અને NASA વચ્ચે ઉડાન સહયોગને પણ મજબૂત બનાવશે.

NASA અને SpaceX સાથે ભાગીદારી કરાઈ

જૂન 2023 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સત્તાવાર રાજ્ય મુલાકાત દરમિયાન ISRO અને યુએસ સ્પેસ એજન્સી NASA દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં સ્પેસ સ્ટેશન માટે સંયુક્ત ISRO-NASA મિશનની કલ્પના કરવામાં આવી હતી. Axiom-4 મિશન (X-4) એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટેનું ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન છે. જેનું સંચાલન Axiom Space દ્વારા NASA અને SpaceX સાથે ભાગીદારીમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો: પહેલા મુરઘી આવી કે ઈંડું, પ્રશ્નનો જબાવ ન આપતા 15 વખત ચપ્પુના ઘા ઝીંક્યા!

Tags :
Advertisement

Trending News

.

×