ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NASA : Sunita Williams નું અવકાશમાં જવાનું સપનું તૂટ્યું, અવકાશયાનમાં ટેકનિકલ ખામી...

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) મંગળવારે (7 મે) નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે NASA ના સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટમાં ત્રીજી વખત અવકાશમાં જવાના હતા… પરંતુ અવકાશયાન ઉપડવાનું હતું તેના થોડા સમય પહેલા આ મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું....
09:08 AM May 08, 2024 IST | Dhruv Parmar

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) મંગળવારે (7 મે) નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે NASA ના સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટમાં ત્રીજી વખત અવકાશમાં જવાના હતા… પરંતુ અવકાશયાન ઉપડવાનું હતું તેના થોડા સમય પહેલા આ મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર સ્પેસક્રાફ્ટના વાલ્વમાં સમસ્યાના કારણે મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે NASA ટૂંક સમયમાં આ મિશનની નવી તારીખ જાહેર કરશે.

જાણો કોણ છે સુનીતા વિલિયમ્સ?

સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી છે અને તેનો જન્મ 1965 માં થયો હતો. એવું કહેવાય છે કે સુનીતા વિલિયમસન અમેરિકન નેવલ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ છે અને ગ્રેજ્યુએશન પછી તેણે NASA સાથે કામ કરવાનું શરૂ કર્યું. સુનીતા અત્યાર સુધીમાં બે વખત અવકાશની સફર કરી ચૂકી છે અને 30 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ સાથે 3000 કલાકનો ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે.

સુનીતાનો અવકાશનો અનુભવ કેવો રહ્યો?

મળતી માહિતી મુજબ, સુનીતા વિલિયમ્સ અત્યાર સુધીમાં બે વખત અંતરિક્ષમાં જઈ ચુકી છે, તે 2006 માં પહેલીવાર અવકાશ યાત્રા પર ગઈ હતી. તેમની પ્રથમ યાત્રા દરમિયાન તેમણે લગભગ 195 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા. બીજી વખત તે 2012 માં અવકાશમાં ગઈ હતી અને આ વખતે તે 127 દિવસ સુધી અંતરિક્ષમાં રહી હતી. બીજી અવકાશ યાત્રા દરમિયાન સુનીતાએ 4 વખત સ્પેસ વોક કર્યું હતું. પોતાના પ્રવાસના અનુભવને શેર કરતી વખતે સુનીતાએ એકવાર મીડિયાને કહ્યું હતું કે અંતરિક્ષમાં પાણી એક જગ્યાએ રહેતું નથી. જો તમારે તમારો ચહેરો ધોવા હોય, તો તમારે પહેલા પાણીના પરપોટા પકડીને કપડાને ભીનું કરવું પડશે… એટલું જ નહીં, અવકાશમાં મુસાફરો ઉડતા પેકેટોને પકડીને ખોરાક ખાય છે.

સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ શું છે તે પણ જાણો...

તમને જણાવી દઈએ કે સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ એક અવકાશયાન છે જેના દ્વારા અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવામાં આવે છે. સ્ટારલાઇનને 21મી સદીની સ્પેસ કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે. કારણ કે આ વાહનમાં મુસાફરોની સુવિધા માટે ઈન્ટરનેટ અને ટેબલેટ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. કહેવાય છે કે આ અવકાશયાન બોઈંગ દ્વારા NASA ની મદદથી બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Astrazeneca Corona Vaccine :ગંભીર આડઅસર બાદ Astrazeneca નો મોટો નિર્ણય

આ પણ વાંચો : Russia નો દાવો, Ukraine ના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કરવાનો હતો પ્લાન, પરંતુ છેલ્લી ઘડીએ…

આ પણ વાંચો : Japan Unique Festival: લોકો પોતાના અંતિમ સંસ્કાર જોવાના પૈસા આપી રહ્યા

Tags :
Gujarati NewsIndiaIndia Space MissionNasaNationalScience Technologyspace stationStarliner flightStarliner missionSunita WilliamsSunita Williams Space Missionwho is sunita williams
Next Article