Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આદિત્ય L1 વિશે નાસાએ ચેતવણી આપતો જાહેર કર્યો વીડિયો, જાણો હવે શું થયું

ભારત (india)ના સૂર્ય મિશન આદિત્ય L1 (Aditya L1) એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને L-1 બિંદુ તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન નાસા (NASA)એ આદિત્ય એલ-1ને ચોંકાવનારી ચેતવણી આપતો વીડિયો જાહેર કર્યો છે. નાસાનું કહેવું છે કે ગયા વર્ષે તેમનું સૂર્ય મિશન...
આદિત્ય l1 વિશે નાસાએ ચેતવણી આપતો જાહેર કર્યો વીડિયો  જાણો હવે શું થયું
ભારત (india)ના સૂર્ય મિશન આદિત્ય L1 (Aditya L1) એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને L-1 બિંદુ તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન નાસા (NASA)એ આદિત્ય એલ-1ને ચોંકાવનારી ચેતવણી આપતો વીડિયો જાહેર કર્યો છે. નાસાનું કહેવું છે કે ગયા વર્ષે તેમનું સૂર્ય મિશન 'પાર્કર સોલર પ્રોબ' સૂર્યના CME એટલે કે કોરોનલ માસ ઈન્જેક્શન સાથે અથડાયું હતું. જોકે તે રીતે બચી ગયુ હતું. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે શું આદિત્ય L1 ને પણ આવા CME નો સામનો કરવો પડી શકે છે. અને જો આવું થશે તો શું તે પોતાની જાતને બચાવી શકશે કે નહીં?
અગાઉનું કોઈ અવકાશયાન આ CMEમાં બચ્યું નથી
નાસાએ કહ્યું છે કે કેટલાક સમયથી સૌર ગતિવિધિઓમાં ફેરફાર અને વધારો થયો છે. પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. નાસાએ એક બ્લોગમાં જણાવ્યું કે 5 સપ્ટેમ્બર, 2022ના રોજ પાર્કર સોલર પ્રોબ એક શક્તિશાળી CME સાથે અથડાયું હતું. તમને જણાવી દઈએ કે CME એ ધૂમકેતુઓ અને લઘુગ્રહોના ધૂળના કણો છે જે સૂર્યની ઊર્જા સાથે અથડાય છે અને ખતરનાક બની જાય છે. નાસાનો દાવો છે કે અગાઉનું કોઈ અવકાશયાન આ CMEમાં બચ્યું નથી. વાસ્તવમાં આ પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રના વાદળો છે જે સૂર્યમાંથી નીકળે છે. તે કોઈપણ ગ્રહ તરફ જઈ શકે છે.

Advertisement

આદિત્ય એલ-1 પણ આ સૌર વાવાઝોડા સાથે ટકરાય
આ સૌર વાવાઝોડા તદ્દન ખતરનાક છે. જેના કારણે વાહનની નેવિગેશન સિસ્ટમ ફેલ થઈ શકે છે તેમજ તેને ડાયવર્ટ પણ કરી શકે છે. શક્ય છે કે આદિત્ય એલ-1 પણ આ સૌર વાવાઝોડા સાથે ટકરાય. જોકે, નાસાના પાર્કર અને ભારતના આદિત્ય એલ-1 વચ્ચે ઘણો તફાવત છે. એક તરફ પાર્કર સોલર પ્રોબ સૂર્યની ખૂબ જ નજીક જવા જઈ રહ્યું છે. જ્યારે આદિત્ય એલ-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે એટલે કે સૂર્યથી ખૂબ દૂર અભ્યાસ કરશે.
 L1 પોઈન્ટની હેલો ઓર્બિટમાં ફરતી વખતે સૂર્યનો અભ્યાસ કરશે
આદિત્ય એલ-1ને 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 126 દિવસની મુસાફરી કરીને L1 બિંદુ સુધી પહોંચશે જ્યાં પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ સંતુલિત થાય છે. ઈસરોએ આ બિંદુ સુધી પહોંચવા માટે કોઈ નિશ્ચિત તારીખ આપી નથી. તેમાં સાત પેલોડ છે, જેમાંથી STEPS નામના પેલોડને કાર્યરત કરવામાં આવ્યું છે. આ વાહન L1 પોઈન્ટની હેલો ઓર્બિટમાં ફરતી વખતે સૂર્યનો અભ્યાસ કરશે.
Tags :
Advertisement

.