Nagpur Airport ને 2 મહિનામાં ચોથી વખત મળી ધમકી, હવે ટોયલેટમાં બોમ્બ હોવાનો Mail મળ્યો
નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Nagpur Airport)ને ફરી એકવાર ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે, જેમાં ટોઇલેટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા મેઈલ નાગપુર એરપોર્ટ (Nagpur Airport)ના ડાયરેક્ટરને મોકલવામાં આવ્યો છે. મેઈલ મળવાની જાણ પોલીસને કરતા જ CISF ના સુરક્ષાકર્મીઓએ નાગપુર એરપોર્ટ (Nagpur Airport)ની ઝીણવટભરી તપાસ કરી હતી. પરંતુ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ કે બોમ્બ જેવી વસ્તુ મળી નહતી. હાલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સાયબર ટીમ પણ તપાસ કરી રહી છે...
છેલ્લા બે મહિનામાં આ ચોથી વખત છે જ્યારે નાગપુર એરપોર્ટ (Nagpur Airport)ને બોમ્બની ધમકીનો મેઈલ મળ્યો છે. 18 જૂને પણ નાગપુર એરપોર્ટ (Nagpur Airport)ને બોમ્બની ધમકી ધરાવતો નકલી મેઈલ મળ્યો હતો. આ સાથે એપ્રિલમાં નાગપુર એરપોર્ટ (Nagpur Airport)ને પણ બોમ્બની આવી જ ધમકી મળી હતી અને ગઈકાલે પણ એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ત્યારબાદ એરપોર્ટ પર સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ કંઈ મળ્યું નહતું. આ મેઈલ "લોંગ લાઈફ બેલેસ્ટિન ગ્રુપ" દ્વારા મોકલવામાં આવ્યો છે જેની પોલીસ તપાસ કરી રહી હે અને સાયબર ટીમ પણ તૈનાત કરી છે.
ગઈકાલે પણ બોમ્બની ધમકી મળી હતી...
ગઈકાલે પણ મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નહતું. સોમવારે મળેલી ધમકી એપ્રિલ પછી આ ત્રીજી વખત છે જ્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ પર ધમકીભર્યો સંદેશ મળ્યો છે. એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી of ઇન્ડિયા (AAI)ના મેઈલ દ્વારા 'એરોડ્રોમ'ના ટોઇલેટમાં પાઈપમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો સંદેશ મળ્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ એરપોર્ટ પરિસરની સઘન તપાસ કરી હતી, પરંતુ તેમને કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નહતી.
આ પણ વાંચો : UP : આજીવન કેદ, 1 કરોડ રૂપિયા સુધીનો દંડ, પેપર લીક સામે યોગી સરકારનું મોટું પગલું
આ પણ વાંચો : Parliament Oath Ceremony: બંધારણની નકલ હાથ રાખીને અનોખા અંદાજમાં સાંસદ રાહુલ ગાંધીએ લીધા શપથ
આ પણ વાંચો : Pune Porsche Case : બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, સગીર આરોપીને મુક્ત કરવાનો આપ્યો આદેશ