ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai : NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ક્રૂર હત્યા, હત્યારો ફરાર

અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની હત્યા મુંબઈના ભાયખલા વિસ્તારમાં હથિયાર વડે હુમલો મુંબઈ પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈ (Mumbai)ના ભાયખલા વિસ્તારમાં ગુનેગારોએ તીક્ષ્ણ...
11:35 AM Oct 05, 2024 IST | Dhruv Parmar
  1. અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની હત્યા
  2. મુંબઈના ભાયખલા વિસ્તારમાં હથિયાર વડે હુમલો
  3. મુંબઈ પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈ (Mumbai)ના ભાયખલા વિસ્તારમાં ગુનેગારોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી. ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, NCP (અજિત પવાર જૂથ)ના નેતા સચિન કુર્મી પર શુક્રવારે મોડી રાત્રે મુંબઈ (Mumbai)ના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે નેતા પર હુમલો મુંબઈ (Mumbai)ના ભાયખલા વિસ્તારમાં મ્હાડા કોલોની પાછળ કરવામાં આવ્યો હતો.

સચિન કુર્મી પર કોણે કર્યો હુમલો?

મુંબઈ પોલીસે કહ્યું, “આ ઘટના શુક્રવારે મધરાતે 12.30 ની આસપાસ બની હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ સચિન કુર્મીને નજીકની જેજે હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ કુર્મીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.”

આ પણ વાંચો : Haryana Election : મતદાન દરમિયાન 'કુર્તા' ફાઈટ, ડાંગી અને કુંડુ વચ્ચે ઝપાઝપી... Video

જાણો પોલીસે શું કહ્યું...

પોલીસે જણાવ્યું કે સચિન કુર્મી પર કોણે હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ નથી. પોલીસના જણાવ્યા અનુસાર સચિન કુર્મી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા. ઘટનાને અંજામ આપીને ગુનેગારો નાસી ગયા હતા. આ ઘટનાથી વિસ્તારના લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા, પરંતુ હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી. હજુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Amravati : વિવાદાસ્પદ નિવેદન પર પોલીસ સ્ટેશનના કર્યા આવા હાલ, જાણીને તમને પણ આવશે ગુસ્સો...

સચિન કુર્મી NCP પાર્ટીમાં હતા સામેલ...

તમને જણાવી દઈએ કે સચિન કુર્મી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP અજિત પવાર જૂથના નેતા હતા, તેઓ લાંબા સમયથી મુંબઈ (Mumbai)માં રાજકારણમાં સક્રિય હતા. સચિન કુર્મીની હત્યાથી રાજકીય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Haryana : 90 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ, 1031 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે

Tags :
ajit pawar camp leaderGujarati NewsIndiaMaharashtra CrimeMumbai Crimemumbai murderNationalncp ajit pawarsachin kurmi shot dead
Next Article