Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai BMW Accident Case : મિહિર શાહને 7 દિવસની પોલીસ કસ્ટડી

Mumbai BMW Accident Case : મુંબઈ BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને બુધવારે સ્થાનિક અદાલતે 7 દિવસ એટલે કે 16 જુલાઈની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહની લગભગ 60 કલાક સુધી...
04:53 PM Jul 10, 2024 IST | Hardik Shah
Mumbai BMW Accident Case

Mumbai BMW Accident Case : મુંબઈ BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને બુધવારે સ્થાનિક અદાલતે 7 દિવસ એટલે કે 16 જુલાઈની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહની લગભગ 60 કલાક સુધી ચાલેલી રાજ્યવ્યાપી શોધ બાદ મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને બુધવારે પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

72 કલાક બાદ મિહિર શાહ ઝડપાયો

મિહિર શાહ 72 કલાક બાદ પોલીસના હાથે ઝડપાયો છે. છેલ્લા ત્રણ દિવસથી તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની 12 ટીમ તેને શોધી રહી હતી. મિહિરના એક મિત્રએ તેનો મોબાઈલ સ્વીચ ઓન કર્યા બાદ પોલીસને તેનું લોકેશન જાણવા મળ્યું અને ધરપકડ શક્ય બની. આજે તેને કોર્ટે 16 જુલાઈની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જોકે, પોલીસે આ કેસમાં વધુમાં વધુ દિવસોની કસ્ટડી માંગી હતી. જણાવી દઇએ કે, મુંબઈ પોલીસને હિટ એન્ડ રન કેસમાં કોર્ટ દ્વારા 7 આરોપી મિહિર શાહની કસ્ટડી મળી છે. આ 7 દિવસમાં પોલીસને પડકાર હશે કે તેઓ મિહિરની કડક પૂછપરછ કરે અને તેની સામેના કેસને મજબૂત કરવાનો પ્રયાસ કરે. ત્રણ દિવસ પછી તેની ધરપકડ થયા બાદ હવે મિહિર તે રાત્રે દારૂ પીધો હોવાનું જાણવા મળે તેની કોઈ શક્યતા નથી.

બાર માલિકનો દાવો, મિહિરે માત્ર રેડ બુલ પીધું હતું

પોલીસ સૂત્રોનું કહેવું છે કે શનિવારે રાત્રે મિહિરની બારમાં એન્ટ્રી અને રવિવારે સવારે થયેલા અકસ્માત વચ્ચેની સમગ્ર ઘટના જાણવાની રહેશે. પોલીસ સમક્ષ એક પડકાર એ પણ છે કે મિહિર જે બારમાં ગયો હતો તેના માલિકે દાવો કર્યો હતો કે મિહિરે માત્ર રેડ બુલ પીધું હતું. આ સિવાય મિહિર મર્સિડીઝમાં આવ્યો હતો. જ્યારે અકસ્માત BMW સાથે થયો હતો. ધરપકડથી બચવા મિહિરે નંબર પ્લેટ ક્યાંક ફેંકી દીધી છે. પોલીસ તે નંબર પ્લેટ પણ શોધી રહી છે.

રાજેશ શાહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા 

આ પહેલા એકનાથ શિંદેની શિવસેનાએ તેમના પિતા રાજેશ શાહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજેશ શાહના પુત્ર મિહિર શાહની પોલીસે ગઈકાલે સાંજે ધરપકડ કરી હતી. તેના પર 3 દિવસ પહેલા કાવેરી નામની મહિલાને પોતાની કારથી ઉડાવી દેવાનો આરોપ છે. માહિતી એ પણ સામે આવી છે કે ઘટના સમયે મિહિર નશામાં હતો અને તેના મિત્રો સાથે આખી રાત એક બારમાં પાર્ટી કર્યા બાદ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કાર ચલાવતી વખતે તેનો ડ્રાઈવર બાજુની સીટ પર બેઠો હતો.

આ પણ વાંચો - Mumbai BMW Accident Case : મુખ્ય આરોપી મિહિર શાહની પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો - Maharashtra માં વધુ એક hit and run નો મામલો, સ્પીડમાં આવતી કારની ટક્કરથી મહિલાનું મોત…

Tags :
bmwBMW AccidentBMW Accident CaseBMW Hit and Run CaseGujarat FirstHardik ShahMumbai BMW Accident CaseMumbai BMW hit-and-run caseMumbai hit and run caseMumbai NewsMumbai PoliceWorli hit and run case
Next Article