Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : મુકેશ અંબાણીએ મહેમાનોનું કર્યું ભાવભર્યું સ્વાગત, "અતિથિ દેવો ભવ" ની પરંપરા પર મૂક્યો ભાર

ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના આંગણે હાલ ખુશીનો અવસર આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ...
anant – radhika pre wedding function   મુકેશ અંબાણીએ મહેમાનોનું કર્યું ભાવભર્યું સ્વાગત   અતિથિ દેવો ભવ  ની પરંપરા પર મૂક્યો ભાર

ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના આંગણે હાલ ખુશીનો અવસર આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. ત્યારે તેમના લગ્ન પહેલા PRE WEDDING જામનગર ખાતે રાખવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી VVIP મહેમાનો આવેલ છે.

Advertisement

"અતિથિ દેવો ભવ"

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ ભવ્ય PRE WEDDING ઈવેન્ટમાં હોસ્ટ મુકેશ અંબાણીએ આખા RELIANCE પરિવારના તરફથી હાજર સૌ VVIP ગેસ્ટનું સંબોધન કર્યું હતું. આ સંબોધન કરતા સમયે તેમણે સૌ પ્રથમ ભારતની પૌરાણિક "અતિથિ દેવો ભવ" ની પરંપરા પર ખાસ ભાર મૂક્યો. મુકેશ અંબાણીએ તેમના સ્વાગત પ્રવચન સાથે સાંજના તમામ મહેમાનોને શુભેચ્છા પાઠવીને કાર્યક્રમની શરૂઆત કરી. તેમની પત્ની નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટ તેમની સાથે સ્ટેજ પર જોડાયા હતા.

મુકેશ અંબાણીએ તેમના પિતાને યાદ કર્યા 

આ કાર્યક્રમમાં આગળ મુકેશ અંબાણીએ તેમના પિતા અને RELIANCE ના સ્થાપક એવા ધીરુભાઈ અંબાણીને ખાસ યાદ કર્યા હતા. તેમણે તેમના પિતાને યાદ કરતાં અને જામનગર વિષે વાત કરતાં આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, "આજે, મારા પિતા ધીરુભાઈ પણ સ્વર્ગમાં ઊંચેથી તેમના પુષ્કળ આશીર્વાદ વરસાવી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ બમણા ખુશ છે કારણ કે અમે તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનમાં આ આનંદ દિવસ જામનગરમાં ઉજવી રહ્યા છીએ. જામનગર કર્મભૂમિ બની ગયું. મારા પિતા અને મારા માટે આ ભૂમિ એક એવી જગ્યા જ્યાં અમને અમારું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો,"

Advertisement

"અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિને વધારવાનું" - મુકેશ અંબાણી 

વધુમાં મુકેશ અંબાણી એ કહ્યું કે, "અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિને વધારવાનું અને પૃથ્વી પર તમામ લોકોની ભલાઈ માટે યોગદાન કરવાનું છે. હું વિનમ્રતા પૂર્વક કહું છું કે, જામનગર આપને એક નવા ભારતના ઉદયની ઝલક આપશે જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરેલું છે."

ત્રણ દિવસનો ભવ્ય પ્રી વેડિંગ ઈવેન્ટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બીજા દિવસને ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે.  ત્યારે ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે.

આ પણ વાંચો -- ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : VVIP મહેમાનો માટે કેવી છે રહેવાની વ્યવસ્થા, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.