Business: 1 દિવસમાં જ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી આટલું કમાયા...!
Business : Business ક્ષેત્રમાં મંગળવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 4.22 અબજ ડોલર એટલે કે લગભગ 352 અબજ રૂપિયાનો વધી ગઇ છે. આ રીતે ગૌતમ અદાણીની નેટવર્થ હવે $99.1 બિલિયન થઈ ગઈ છે. બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ મંગળવારે નોંધપાત્ર વધારો થયો છે
ગૌતમ અદાણીની સંપત્તિમાં 14.8 અબજ ડોલરનો વધારો
આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 14.8 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં આ જંગી વધારો અદાણી ગ્રુપના શેરમાં થયેલા જબરદસ્ત વધારાને કારણે થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 15મા સૌથી અમીર વ્યક્તિ છે. આ સાથે જ તેઓ ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે.
અદાણીના શેરમાં જોરદાર ઉછાળો
અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર મંગળવારે 5.43 ટકા અથવા રૂ. 156.55ના વધારા સાથે રૂ. 3037.05 પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સનો શેર 1.97 ટકા અથવા રૂ. 25.70 વધીને રૂ. 1332.05 પર બંધ થયો હતો. અદાણી પાવરનો શેર 5.49 ટકા અથવા રૂ. 32.65 વધીને રૂ. 627.65 પર બંધ થયો હતો. અદાણી એનર્જીનો શેર 3.07 ટકા અથવા રૂ. 30.45 વધીને રૂ. 1021.90 પર બંધ થયો હતો. અદાણી ગ્રીનનો શેર 4.34 ટકા અથવા રૂ. 74.45 વધીને રૂ. 1789.50 પર બંધ થયો હતો. અદાણી ટોટલ 5.50 ટકા અથવા રૂ. 47.40 વધીને રૂ. 908.75 પર બંધ રહ્યો હતો. અદાણી વિલ્મરનો શેર 2.20 ટકા અથવા રૂ. 7.30 વધીને રૂ. 338.50 પર બંધ થયો હતો.
મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ મોટો વધારો
બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ મંગળવારે નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે એક જ દિવસમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં $1.58 બિલિયન અથવા 132 બિલિયન રૂપિયાનો વધારો થયો છે. આ રીતે મુકેશ અંબાણીની નેટવર્થ $109 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં અંબાણીની સંપત્તિમાં 12.4 અબજ ડોલરનો વધારો થયો છે. તેઓ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. આ સાથે જ તેઓ વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે.
આ પણ વાંચો---- Gujarat : પરિમલ નથવાણી અને ગૌતમ અદાણીએ પણ કર્યું મતદાન
આ પણ વાંચો---- Adani Group માટે સારા સમાચાર, Adani Ports ના નામે થઇ આ મોટી સિદ્ધિ…
આ પણ વાંચો---- દેશની સૌથી મોટી કંપનીએ કરી Dividend ની જાહેરાત, રોકાણ કરો થશે માલામાલ