ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Muhurat Trading:દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તમામ વિગતો થઈ જાહેર

દિવાળી પર ટ્રેડિંગ મુહૂર્તની તારીખ થઈ જાહેર ટ્રેડિંગનો સમય સાંજે 6 વાગ્યાથી 7 સુધી રહેશે પ્રી ઓપનિંગ સેશન સાંજે 5:45 વાગે શરૂ થશે Muhurat Trading: આ વખતે દીપાવલીના તહેવારને લઈને થોડી અસમંજસ રહી કે તે 31 ઓક્ટોબર કે 1...
09:16 PM Oct 20, 2024 IST | Hiren Dave
Muhurat Trading 2024

Muhurat Trading: આ વખતે દીપાવલીના તહેવારને લઈને થોડી અસમંજસ રહી કે તે 31 ઓક્ટોબર કે 1 નવેમ્બરમાંથી કયા દિવસે ઉજવવામાં આવશે. જોકે મોટાભાગના સ્થળોએ દિવાળી 31 ઓક્ટોબરે જ ઉજવવાની વાત કહેવામાં આવી છે. શેરબજારમાં પણ દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની (Muhurat Trading)તૈયારીઓ ચાલી રહી છે અને હવે BSEના તાજા સર્ક્યુલરમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તારીખ 1 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

જાણો કયો સમય નક્કી કરવામાં આવ્યો છે?

એક કલાકના સ્પેશિયલ ટ્રેડિંગ સેશન એટલે કે મુહૂર્ત ટ્રેડિંગનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. BSE અને NSEએ આ જાહેરાત કરી દીધી છે અને કન્ફ્યુઝન દૂર કરી દીધું છે. એક્સચેન્જ તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલર મુજબ પ્રી ઓપનિંગ સેશન સાંજે 5:45 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજવામાં આવશે. બ્લોક ડીલ વિન્ડો સાંજે 5:30 વાગ્યાથી સાંજે 5:45 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ પણ  વાંચો -Warren Buffett એ શેર બજારમાંથી હાથ ખેંચ્યો, બજાર માટે મોટા ખતરાનો સંકેત!

એક્સચેન્જના સર્ક્યુલરથી જાણો રિયલટાઇમ અપડેટ

એક્સચેન્જના સર્ક્યુલરથી એ પણ જાણવા મળે છે કે પ્રી ઓપનિંગ સેશન 5.45 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલશે. બ્લોક ડીલ વિન્ડોનો સમય સાંજે 5.30 વાગ્યાથી 5.45 વાગ્યા સુધી રહેશે. પીરિયોડિક કૉલ ઓક્શન ટાઇમિંગ સાંજે 6:05 વાગ્યાથી સાંજે 6:50 વાગ્યા સુધી રહેશે. BSEના મતે છેલ્લા 10 મિનિટમાં ઓર્ડર એન્ટ્રી સેશન બંધ થઈ જશે. ક્લોઝિંગ સેશન સાંજે 7 વાગ્યાથી 7.10 વાગ્યા સુધી રહેશે અને પોસ્ટ ક્લોઝિંગ અવધિ સાંજે 7.10 વાગ્યાથી સાંજે 7.20 વાગ્યા સુધી રહેશે.

આ પણ  વાંચો -Fake Call નો રાફડો ફાટ્યો! 24 કલાકમાં 11 વિમાનોને ઉડાવી દેવાની ધમકી

જાણો મુહૂર્ત ટ્રેડિંગ શું છે?

દિવાળી પર દર વર્ષે BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે દિવાળીના તહેવાર પર નવા વર્ષનો પહેલો દિવસ હોય છે અને તેથી આ દિવસને શુભ બનાવવા માટે એક કલાકનો સ્પેશિયલ વેપાર કરવામાં આવે છે જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ વખતે રોકાણકારો સંવત 2081ની શરૂઆત દરમિયાન શુભ લક્ષ્મી પૂજન સાથે સાથે તેમના ઘરોમાં ઓનલાઇન ટ્રેડિંગ કરી શકશે. 'મુહૂર્ત' એ ગ્રહોની સ્થિતિના આધારે પસંદ કરાયેલો શુભ સમય છે. એવું માનવામાં આવે છે કે તે શુભ છે. દર વર્ષે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) હિંદુ કેલેન્ડર અનુસાર નવા નાણાકીય વર્ષની શરૂઆતને ચિહ્નિત કરવા દિવાળી દરમિયાન ખાસ ટ્રેડિંગ સત્ર યોજે છે.

Tags :
BSEDiwali 2024How many trading days in 2024 in indiaMuhurat TradingMuhurat Trading 2024Muhurat trading 2024 calculatorMuhurat trading 2024 circularMuhurat trading 2024 date and timeMuhurat trading 2024 in indiaMuhurat trading 2024 nse Diwali muhurat trading 2024Muhurat trading last 10 yearsNiftyNSESensexWhat is the time of muhurat trading in 2024What time is best for tradingWhich holiday is muhurat trading
Next Article