MUFTI SALMAN અઝહરીનો અરવલ્લી પોલીસે લીધો કબજો, સોમવારે મોડાસા લવાશે
MUFTI SALMAN AZHARI: મૌલાના સલમાન અઝહરીનો સામે અનેક જગ્યાએ ગુનાઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ તથા કચ્છ( Kutch) માં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. અત્યારે મળતી જાણકારી પ્રમામે મૌલાના મુફ્તી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો હતો. જૂનાગઢ અને કચ્છ બાદ હવે Mufti Salman Azhari વિરૂદ્ધ અરવલ્લીના મોડાસામાં સામે ફરી ત્રીજી ફરિયાદ નોંધાઈ હતી. જેથી અત્યારે અરવલ્લી પોલીસે મૌલાનાનો કબજો લીધો છે. થોડા દિવસ પહેલા ભચાઉ ખાતે જામીન મળ્યા બાદ કબ્જો મેળવ્યો છે. મૌલાના સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઈ છે. મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે મોડાસા ખાતે લવાવમાં આવશે. મૌલાના સલમાન અઝહરીને પોલીસે કોર્ટમાં હાજર કરીને રિમાન્ડની માંગ કરી હતી.
ભચાઉ ખાતે જામીન મળ્યા બાદ કબ્જો મેળવ્યો
લ્લેખનીય છે કે, મૌલાનાએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેથી અત્યારે તેની સાથે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ છે. ફરિબાદની વાત કરવામાં આવે તો મોડાસા ટાઉન પીઆઈ કેસના ફરિયાદી બન્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 24 ડિસેમ્બરે મોડાસામાં કાર્યક્રમ યોજાયો હતો. ભડકાઉ ભાષણ આપવા માટે મૌલાના તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મૌલાનાની ભચાઉથી જામીન બાદ ધરપકડ કરી શકે છે.
મૌલાનાએ આપ્યું હતું ભડકાઉ ભાષણ
આ પહેલા 31મી જાન્યુઆરીના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari) એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અહીં સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું ત્યારબાદ આયોજક અને મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ ભડકાઉ ભાષણ આપવાના મુદ્દે જૂનાગઢ પોલીસે મૌલાનાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ગુજરાત એટીએસ મૌલાનાની મુંબઇથી ધરપકડ કરીને અમદાવાદ લાવી હતી અને તેની પૂછપરછ કર્યા બાદ તેને જૂનાગઢ પોલીસને સોંપ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ