Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાંસદ મનસુખ વસાવાએ ફરી બાયો ચડાવી, મનરેગામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના કર્યા આક્ષેપો

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓએ અનેક વખત ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે. સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારા...
સાંસદ મનસુખ વસાવાએ ફરી બાયો ચડાવી  મનરેગામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના કર્યા આક્ષેપો

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓએ અનેક વખત ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે. સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરશે તેમ પોસ્ટ કરી જણાવ્યું છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ના માનરેગાના ડેડીયાપાડા,તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું. જ્યારે ટેન્ડર ખુલ્યું ત્યારે તાલુકા, જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓના માળતીયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓ ને અનુકૂળ, ગાઈડલાઈનમાં સુધારો કર્યો. હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો એ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.

Advertisement

મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, કેટલીક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં અધિકારીઓને નાણાંકીય વ્યવહાર કરી દીધો છે. મનસુખ વસાવાએ ટેન્ડર પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ વિશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ અધિકારીઓ DRD ના નિયામક અને તેમના સ્ટાફ સામે પગલાં ભરવા રજુઆત કરવાનું પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર ખાતે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક

Advertisement

Tags :
Advertisement

.