Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP : BJP MLA ની બહેન પાસે માંગી SUV, જાણો હવે સબ ઈન્સ્પેક્ટરના શું હાલ થયા...

BJP MLA ની બહેન પાસે દહેજ તરીકે કાર માંગી જબલપુરમાં ચોકીના ઈન્ચાર્જ દહેજ માંગીને ફસાયા સબ ઈન્સ્પેક્ટર પર દહેજ મામલે કેસ દાખલ મધ્યપ્રદેશના જબલપુરથી દહેજ (Dowry Case) ઉત્પીડનનો તાજો મામલો સામે આવ્યો છે. જબલપુરના બસ સ્ટેન્ડના ચોકીના ઈન્ચાર્જ સબ...
mp   bjp mla ની બહેન પાસે માંગી suv  જાણો હવે સબ ઈન્સ્પેક્ટરના શું હાલ થયા
  1. BJP MLA ની બહેન પાસે દહેજ તરીકે કાર માંગી
  2. જબલપુરમાં ચોકીના ઈન્ચાર્જ દહેજ માંગીને ફસાયા
  3. સબ ઈન્સ્પેક્ટર પર દહેજ મામલે કેસ દાખલ

મધ્યપ્રદેશના જબલપુરથી દહેજ (Dowry Case) ઉત્પીડનનો તાજો મામલો સામે આવ્યો છે. જબલપુરના બસ સ્ટેન્ડના ચોકીના ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટર નીતિન પાંડે, તેમના નિવૃત્ત ટીઆઈ પિતા નંદ કિશોર પાંડે, માતા સીમા પાંડે અને નાના ભાઈ સુમિત પાંડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પીડિત પ્રાચી પાંડે, જે બાહોરીબંદના BJP ના ધારાસભ્ય પ્રણય પાંડેની માસીની પુત્રી છે, તેણે તેના સાસરિયાઓ સામે પોલીસ કેસ કર્યો છે. પ્રાચીના મામા પ્રભાત પાંડે પણ BJP ના ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રાચીએ તેના સાસરિયાઓ પર દહેજ (Dowry Case) માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

પીડિતા પ્રાચી 11 વાગ્યા પહેલા પોલીસ સ્ટેશન પહોંચી...

પ્રાચી રવિવારે રાત્રે 11 વાગ્યે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને જણાવ્યું કે તેના લગ્ન 2016 માં નીતિન પાંડે સાથે થયા હતા, જે હાલમાં જબલપુરના બસ સ્ટેન્ડ ચોકીના ઈન્ચાર્જ છે. લગ્નના થોડા મહિના બાદ જ તેના સાસરિયાઓએ દહેજ (Dowry Case) તરીકે SUV કારની માંગણી કરી હતી, જે ન આપવા બદલ તેણીને હેરાન કરવામાં આવી હતી. પ્રાચી કહે છે કે તેને સતત ધમકાવવામાં આવતી હતી અને તેના સાસરિયાના ઘરે પણ માર મારવામાં આવતો હતો. આખરે, તેણીને 2023 માં ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને ત્યારથી તે તેના મામાના ઘરે રહે છે.

આ પણ વાંચો : Kolkata Case મામલે રાષ્ટ્રપતિ Droupadi Murmu નું નિવેદન, કહ્યું- આવી વિકૃતિનો સામનો કરવો પડશે...

Advertisement

2023 માં છૂટાછેડા થવાના હતા...

નિતિને 2023 માં કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ, પ્રાચીએ કહ્યું કે તે સાથે રહેવા માંગે છે. જેના પર નીતિને કેસ પાછો ખેંચી લીધો હતો. 2023 ના અંતમાં, જ્યારે પ્રાચી તેના સાળાના લગ્નમાં હાજરી આપવા ગઈ હતી, ત્યારે તેનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેને ત્યાંથી ભગાડી દેવામાં આવી હતી. આ પછી પણ તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધાયા બાદ સબ ઈન્સ્પેક્ટર નીતિન પાંડે રજા પર ઉતરી ગયા છે અને તેમના ફેસબુક એકાઉન્ટમાંથી ફોટા પણ હટાવી દીધા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય કેબિનેટે 12 ઔદ્યોગિક Smart Cities બનાવવાની મંજૂરી આપી, સરકાર કરશે જંગી રોકાણ...

Advertisement

નીતિને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા...

આ સમગ્ર મામલે નીતિન પાંડેએ તેના મિત્ર દ્વારા જણાવ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે. તેણે કહ્યું કે પોલીસ અધિકારી તરીકે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મામલે કોર્ટમાં જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાચીએ પોલીસ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, જેથી તેને ન્યાય મળી શકે.

આ પણ વાંચો : Uttar Pradesh : બદલાઈ ગયા 8 રેલવે સ્ટેશનના નામ, જાણો શું છે કારણ

Tags :
Advertisement

.