Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyber Crime : ચોંકાવનારો ખુલાસો, દેશની 500થી વધારે કંપની હેકર્સના ટાર્ગેટ પર

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ સીમ સ્વેપિંગના વધતા જતા ગુનાઓને લઇને ઉંડાણપૂર્વક તપાસ કરતાં અમદાવાદ સાયબર ક્રાઇમ (ahmedabad cyber crime)ને મોટી સફળતા મળી છે..સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે દેશની 500થી વધારે કંપની હેકર્સના ટાર્ગેટ પર છે...જેમના કોમ્યુટર્સમાં માલવેર વાયરસથી એટેક...
03:05 PM Sep 23, 2023 IST | Vipul Pandya
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
સીમ સ્વેપિંગના વધતા જતા ગુનાઓને લઇને ઉંડાણપૂર્વક તપાસ કરતાં અમદાવાદ સાયબર ક્રાઇમ (ahmedabad cyber crime)ને મોટી સફળતા મળી છે..સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે દેશની 500થી વધારે કંપની હેકર્સના ટાર્ગેટ પર છે...જેમના કોમ્યુટર્સમાં માલવેર વાયરસથી એટેક કરીને તેમની નાણાકીય વિગતો મેળવી છે..જેમાં કેટલાક સરકારી વિભાગના ઇમેઇલ આઇડી પણ હતાં..જો કે સાયબર ક્રાઇમ દ્વારા આ તમામ કંપનીને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે..
કંપનીઓના આર્થિક વ્યવહારોની ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી છે
ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઈમ કરતાં ગુનેગારો પણ હવે અલગ અલગ મોડસ ઓપરન્ડસી થી સાઇબર ક્રાઇમ કરી રહ્યા છે.જે ગુનાઓ ઉકેલવામાં આવતા પડકારો નો સામનો કરવા માટે સાયબરક્રાઇમ દ્વારા છેલ્લા છ વર્ષમાં મળેલ ફરિયાદનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદનો અભ્યાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.. જેમાં જાણવા મળ્યું હતું કે  સાયબર ગુનેગારો દ્વારા મોટું ટર્નઓવર કરતી કંપનીઓના આર્થિક વ્યવહારોની ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી છે અને તેમના વેપાર ધંધા સાથે સંકળાયેલ બેંક એકાઉન્ટની વિગતોમાં ફિશિંગ ઇમેલ થકી ફેરફારો કરીને કંપનીની જાણ બહાર કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે.. તેમજ કંપનીના જ કોમ્પ્રોમાઈઝ્ડ થઈ ગયેલ ઈમેલ દ્વારા તેમના ગ્રાહકોના ઈ-મેલમાં માલવેર વાયરસ સેન્ડ કરી ને છેતરપિંડી ના ગુનાઓ કરવામાં આવી રહ્યા છે..
અલગ અલગ પ્રકારના માલવેર વાયરસ ઉપર રિસર્ચ
સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના માલવેર વાયરસ ઉપર રિસર્ચ અને એનાલિસિસ કરવામાં આવ્યું હતું.. આવા ટેકનિકલ ગુનાઓ આચારતા  સાયબર ક્રિમિનલ દ્વારા અમદાવાદના 250 સહિત સમગ્ર ગુજરાતના કુલ 500 જેટલી કંપનીના ઇ-મેલ આઇડી પર વોચ રાખીને તેમના ઈમેલ અથવા તો કોમ્પ્યુટર માલવેર વાયરસ સેન્ડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમના બેંક એકાઉન્ટની વિગતોમાં છેડછાડ કરીને પેમેન્ટ મેથડ બદલવી કે સીમ સ્વિપિંગ જેવા ટેકનિકલ ગુનાઓ બની શકે છે. આવી કંપનીઓ સાથે ફાઇનાન્સિયલ ફ્રોડ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે.. જોકે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ ૧૪ સરકારી ઇમેલ આઇડી પણ કોમ્પ્રોમાઇઝડ થયા હતા..
એટેચમેન્ટ ફાઈલ તથા લિંકને એન્ટિવાયરસ થી સ્કેન કરીને ઓપન કરવી જોઈએ
આ તમામ કંપનીઓને સાયબર ક્રાઇમ દ્વારા સાવચેત રહેવા માટે ની જાણ કરવામાં આવશે. ઉપરાંત સાઇબર ક્રાઇમ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે દરેક વ્યક્તિએ પોતાના ઈમેલ કોમ્પ્યુટર સુરક્ષિત રાખવા માટે તેમના ઈ-મેલમાં રહેલ એટેચમેન્ટ ફાઈલ તથા લિંકને એન્ટિવાયરસ થી સ્કેન કરીને ઓપન કરવી જોઈએ તેમજ કોમ્પ્યુટરને અપડેટ રાખવું જોઈએ જેથી સાઇબર ક્રિમિનલ્સ દ્વારા મોકલવામાં આવતા માલવેલ વાયરસ તેમજ ફિશિંગ થી બચવામાં મદદરૂપ થઈ શકે..
આ પણ વાંચો----GUJARAT GOVERNMENT : ખેડૂતોમાં ‘આનંદો’, કૃષિ રાહત પેકેજની રાજ્ય સરકારે કરી જાહેરાત
Tags :
Ahmedabad Cyber Crimecyber crimeHackersMalware virus
Next Article