Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, શું મૃતકોના પરિજનોને મળ્યો છે ન્યાય ?

આજથી એક વર્ષ પૂર્વે 30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીમાં એક એવો ભયાનક અને ક્યારે પણ ન ભૂલી શકાય તેવી દુર્ઘટના બની હતી. જે આજે પણ લોકો યાદ કરીને કાંપી ઉઠે છે. જીહા, આ દિવસે મોરબીનો ઝૂલતા પુલ અચાનક તૂટી...
10:31 AM Oct 30, 2023 IST | Hardik Shah

આજથી એક વર્ષ પૂર્વે 30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીમાં એક એવો ભયાનક અને ક્યારે પણ ન ભૂલી શકાય તેવી દુર્ઘટના બની હતી. જે આજે પણ લોકો યાદ કરીને કાંપી ઉઠે છે. જીહા, આ દિવસે મોરબીનો ઝૂલતા પુલ અચાનક તૂટી પડ્યો હતો અને તેના કારણે 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

135 લોકોએ ગુમાવ્યો હતો જીવ

ટાઈલ્સ માટે વિશ્વભરમાં જાણીતા શહેર મોરબીમાં ગત વર્ષે 30 ઓક્ટોબરે ઝૂલતો પુલ ધરાશાયી થવાના કારણે અકસ્માતમાં 135 લોકોને ગુમાવનારા લોકોના પરિવારજનોને એક વર્ષ બાદ પણ ન્યાયની રાહ જોવાઈ રહી છે. સરકારી આંકડાઓ મુજબ, 30 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે મોરબીમાં સસ્પેન્શન બ્રિજના કેબલ તૂટવાને કારણે સર્જાયેલા અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા, જેમાંથી 58 એવા હતા જે 10 વર્ષથી ઓછી ઉંમરના હતા અને 56 ઘાયલ થયા હતા.

56માંથી 16 હજુ પણ બેડ રેસ્ટ પર છે

અકસ્માતમાં ઘાયલ થયેલા 56 લોકોમાંથી 16ને ગંભીર ઈજાઓ થઈ છે અને તેઓ હજુ પણ બેડ રેસ્ટ પર છે. આ 16 લોકો ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. તેમની આવક બંધ થઈ ગઈ છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ પરિવારો સામાન્ય મધ્યમ વર્ગના છે. તેમની ઉંમર પણ બહુ નથી. મોરબી અકસ્માતમાં જીવ ગુમાવનારા 135માંથી 112ના પરિવારોએ મોરબી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશનની રચના કરી છે અને તેની નોંધણી કરાવી છે. આ એસોસિએશન ન્યાય મેળવવા માટે ન્યાયિક પ્રક્રિયામાં પક્ષકાર તરીકે પણ સામેલ છે. તેના અધ્યક્ષ મનુભાઈ વાઘેલા છે, નરેન્દ્ર પરમાર સભ્ય તરીકે એસોસિએશન સાથે જોડાયેલા છે.

મુખ્ય આરોપી સહિત 5ને જામીન નહીં

સેશન્સ કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. IPC ની કલમ 304 હેઠળ 10 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 10માંથી 3 સિક્યોરિટી ગાર્ડ અને 2 ટિકિટ આપનાર સહિત 5 આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી જયસુખ પટેલ, ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, કંપનીના 2 મેનેજર, બ્રિજનું સમારકામ કરતા 2 કોન્ટ્રાક્ટર સહિત બાકીના 5 આરોપીઓ હાલ જેલમાં છે. જો કે તે પૈકી 4 વતી ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી છે. આ અરજી પર 3 નવેમ્બરે સુનાવણી થશે.

મોરબીના ઐતિહાસિક સસ્પેન્શન બ્રિજનો ઈતિહાસ

આ પણ વાંચો - મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT ટીમનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો,ઓરેવા કંપની દુર્ઘટના માટે જવાબદાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
morbiMorbi NewsMorbi suspension bridgeMorbi suspension bridge accident
Next Article