ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Morbi : મણી મંદિર પરિસરમાં દરગાહનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા શહેરનાં યુવાનો મેદાને, કહ્યું - આ ધરોહરને..!

મણી મંદિરનાં પરિસરમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો મામલો મંદિર પરિસરમાં ગેરકાયદેસર બાંધકામ કરી દરગાહ બનાવવામાં આવી કોર્ટનો સ્ટે પણ હટી ચૂક્યો છે તો હવે તંત્રે કાર્યવાહી કરવી જોઈએ : યુવાનો આગામી 15 થી 20 દિવસમાં દબાણ અંગે નિર્ણય લેવામાં...
03:11 PM Sep 03, 2024 IST | Vipul Sen
  1. મણી મંદિરનાં પરિસરમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો મામલો
  2. મંદિર પરિસરમાં ગેરકાયદેસર બાંધકામ કરી દરગાહ બનાવવામાં આવી
  3. કોર્ટનો સ્ટે પણ હટી ચૂક્યો છે તો હવે તંત્રે કાર્યવાહી કરવી જોઈએ : યુવાનો
  4. આગામી 15 થી 20 દિવસમાં દબાણ અંગે નિર્ણય લેવામાં આવશે : કાર્યપાલક ઇજનેર

મોરબીમાં (Morbi) હેરિટેજ મણી મંદિરનાં પરિસરમાં ગેરકાયદેસર દબાણ મામલે શહેરનાં યુવાનો મેદાને આવ્યા છે. મંદિર પરિસરમાં દરગાહનું ગેરકાયદેસર બાંધકામ હટાવવાની માગ સાથે યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેરે કહ્યું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવી હતી. 4-5 મહિના પહેલા કોર્ટ દ્વારા સ્ટે હટાવવામાં આવ્યો છે. આગામી 15 થી 20 દિવસમાં દબાણ અંગે નિર્ણય લેવામાં આવશે.

મણી મંદિરનાં પરિસરમાં ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવા માગ

મોરબીમાં (Morbi) આવેલ હેરિટેજ મણી મંદિરનાં (Heritage Mani Mandir) પરિસરમાં 'મોટાપીરની દરગાહ' નામની દરગાહનું ગેરકાયદેસર બાંધકામ મામલે વર્ષ 2022 માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ (land Grabbing Act) અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ મામલે અગાઉ હાઈકોર્ટ (High Court) દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો, જે તાજેતરમાં હટાવી લેવામાં આવ્યો છે. આથી, મોરબીનાં (Morbi) યુવાનો દ્વારા હવે હેરિટેજ મણી મંદિરનાં (Heritage Mani Mandir) પરિસરમાં બની રહેલા દરગાહનાં ગેરકાયદેસરનાં બાંધકામને દૂર કરવા માગ કરાઈ છે. સાથે જ મણી મંદિરની આસપાસ થયેલા દબાણો દૂર કરવા પણ યુવાનોએ માગ ઉચ્ચારી છે. યુવાનોનું કહેવું છે કે, મણીમંદિર મોરબીની ધરોહર છે. આ ધરોહર અને ઇતિહાસને સાચવવો જોઈએ. કોર્ટનો સ્ટે પણ હટી ચૂક્યો છે તો હવે તંત્ર એ વહેલા ધોરણે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો - Sadasyata Abhiyan 2024 : CM એ પ્રાથમિક સભ્યપદ લીધું, PM મોદીનાં ગુજરાત પ્રવાસને લઇ CR પાટીલની ખાસ જાહેરાત!

આગામી 15 થી 20 દિવસમાં દબાણ અંગે નિર્ણય લેવામાં આવશે : કાર્યપાલક ઇજનેર

આ મામલે માર્ગ અને મકાન વિભાગનાં (Roads and Buildings Department) કાર્યપાલક ઇજનેર ડી. કે. સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવી હતી. 4-5 મહિના પહેલા કોર્ટ દ્વારા સ્ટે હટાવવામાં આવ્યો છે. આથી, હવે આગામી 15 થી 20 દિવસમાં દબાણ અંગે નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે, હેરિટેજ મણી મંદિરનાં પરિસરમાં 'મોટાપીરની દરગાહ' નામની દરગાહનું ગેરકાયદેસર બાંધકામ મામલે આરોપી તરીકે દરગાહનાં મુંજાવર હાસમશા ફકીરનું નામ સામે આવ્યું હતું. આ મામલે વર્ષ 2022 માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં (Morbi City A Division Police Station) નોંધાયેલ ફરિયાદ બાદ આરોપી હાસમશા ફરાર થયો હતો.

આ પણ વાંચો - Suicide : સુરતમાં MBBS ઇન્ટનશિપ કરતાં 25 વર્ષીય તબીબે ગળે ફાંસો ખાધો, અમદાવાદમાં વેપારીનો આપઘાત

હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં સ્ટે હટાવતા માગ ઊગ્ર બની

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી આરોપી મુંજાવર હાસમશાની ધરપકડ કરવામાં આવી હતી. એક વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ આરોપીએ હાઇકોર્ટમાંથી (High Court) જામીન મેળવ્યા હતા. સાથે જ આ ગુના મામલે તપાસ તેમ જ ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવવા અપીલ પણ કરી હતી. જે તે સમયે હાઈકોર્ટ દ્વારા તપાસ તેમ જ કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. જો કે, તાજેતરમાં હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં આપવામાં આવેલ સ્ટે હટાવી લીધો હતો. આથી, હવે મણીમંદિરનાં પરિસરમાં બની રહેલા ગેરકાયદેસર દરગાહનાં બાંધકામને દૂર કરવા માગ ઊગ્ર બની છે.

આ પણ વાંચો - Junior Doctor's Strike : હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં બદલાયા સૂર, હવે કરી આ માગ!

Tags :
DargahGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHeritage Mani MandirHigh Courtillegal constructionLand Grabbing ActLatest Gujarati NewsmorbiMorbi City A Division Police StationRoads and Buildings DepartmentTemple Premises
Next Article