ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Monsoon Update : દેશમાં મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનું આગમન, અહીં અપાયું Red Alert

Monsoon Update : દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસા (Monsoon) ના આગમન સાથે ભારે વરસાદની ચેતવણી (Heavy rain Warning) પણ જારી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (South-West Monsoon) ની અસર દેશના ઘણા ભાગોમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ...
07:45 AM Jun 27, 2024 IST | Hardik Shah
Monsoon Update

Monsoon Update : દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસા (Monsoon) ના આગમન સાથે ભારે વરસાદની ચેતવણી (Heavy rain Warning) પણ જારી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (South-West Monsoon) ની અસર દેશના ઘણા ભાગોમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Heavy Rain) ની સંભાવના છે. વળી, કર્ણાટકમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ (Red Alert) જારી કરવામાં આવ્યું છે. વરસાદના એલર્ટ (Rain Alert) ને કારણે વહીવટીતંત્રે મેંગલુરુમાં શાળાઓ બંધ કરી દીધી છે. ઉત્તરાખંડ અને ઓડિશામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે બુધવારે આકાશ વાદળછાયું રહ્યું હતું જ્યારે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો.

આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

IMDની આગાહી અનુસાર, આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન ઘટીને 34 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. IMDએ તેના અનુમાનમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી થોડા દિવસોમાં તાપમાન ધીમે ધીમે 38 થી 36 અને પછી 34 ડિગ્રી સુધી પહોંચશે. દિલ્હીના લોકો હાલમાં ભીષણ ગરમી સામે ઝઝૂમી રહ્યા છે અને જૂનમાં અત્યાર સુધીમાં 9 દિવસ સુધી ગરમીનું મોજું રહ્યું છે, જ્યારે 2023 અને 2022માં સમાન સમયગાળા દરમિયાન એક પણ દિવસ ગરમીનું મોજું આવ્યું ન હતું. દિલ્હીમાં ભલે પહેલાની સરખામણીએ ગરમીથી રાહત મળી હોય, પરંતુ હજુ પણ તાપમાન સામાન્ય કરતા વધારે છે. બુધવારે સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 31.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4 વધુ હતું. અહીં ભેજનું પ્રમાણ 71 થી 51 ટકા સુધી હતું. બીજી તરફ હવામાન વિભાગનો અંદાજ છે કે ચોમાસાના આગમન બાદ જ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે 28 અને 29 જૂને હરિયાણા-ચંદીગઢ-દિલ્હીમાં કેટલાક સ્થળોએ ભારે (64.5-115.5 mm) થી અતિ ભારે (115.5-204.4 mm) વરસાદની આગાહી કરી છે. વળી, 28 અને 29 જૂન, 2024 ના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે (64.5-115.5 mm) થી ખૂબ ભારે (115.5-204.4 mm) વરસાદની સંભાવના છે.

આ રાજ્યમાં શાળા બંધ

દેશના ઘણા રાજ્યોમાં વરસાદની એન્ટ્રી થઇ ચુકી છે તો ઘણા એવા રાજ્યો છે જ્યા વરસાદી માહોલ છે. ત્યારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને, ગુરુવારે તમામ પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર (KSNDMC) અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે સવારે 8:30 વાગ્યા સુધી દરિયાકાંઠાના કર્ણાટકના જિલ્લાઓ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું હતું, જે પછી જિલ્લાધિકારી એમ.પી. મુલ્લાઇ મુહિલને દક્ષિણ કન્નડ જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા રાખવાનો નિર્દેશ આપ્યો હતો. હવામાન વિભાગે ગુરુવારે તટીય કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે 28 જૂનથી 30 જૂન સુધી દક્ષિણ કન્નડ સહિત કર્ણાટકના તમામ તટીય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

વીજળી પડવાથી ઓડિશામાં 5 ના મોત

ઓડિશાના બારગઢ અને બોલાંગીર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. બારગઢના દુઆનાડીહી ગામમાં વીજળી પડવાને કારણે 3 લોકોના મોત થયા હતા, જ્યારે બોલાંગીરના ચૌલાબંજી ગામમાં બે લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો - IMD Rainfall Update: હવામાન વિભાગે 27 થી 30 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો - Monsoon Updates : દેશના 11 રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, જાણો ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે મેઘરાજા

Tags :
Delhi MonsoonDelhi Monsoon Updatedelhi weatherDelhi Weather ReportGujarat FirstHardik ShahMonsoonMonsoon NewsMonsoon UpdateNCR Delhi Weather UpdateToday Rain in Delhi
Next Article