Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા Mohan Charan Majhi

ઓડિશા (Odisha) માં નવા મુખ્યમંત્રી (New Chief Minister ) ના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, મોહન ચરણ માઝી (Mohan Charan Majhi) ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ભાજપ હાઈકમાન્ડ...
ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા mohan charan majhi
Advertisement

ઓડિશા (Odisha) માં નવા મુખ્યમંત્રી (New Chief Minister ) ના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, મોહન ચરણ માઝી (Mohan Charan Majhi) ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ભાજપ હાઈકમાન્ડ વતી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે યોજાયેલી ભાજપ વિધાયક દળની બેઠક બાદ મોહન ચરણ માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

મોહન ચરણ માંઝી બનશે ઓડિશાના નવા CM

ભાજપના નેતા મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે તેમના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કે.વી. સિંહ દેવ અને પાર્વતી પરિદાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મોહન ચરણ માઝી આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેઓ ક્યોંઝરથી જીતીને ચોથી વખત વિધાનસભામાં પહોંચ્યા છે. જણાવી દઇએ કે, ઓડિશામાં આ પહેલીવાર ભાજપની સરકાર બની રહી છે. નવા મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદ બુધવારે એટલે કે 12 જુન 2024 ના રોજ જનતા મેદાન ખાતે ભવ્ય સમારોહમાં શપથ લેશે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી.

Advertisement

Advertisement

બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

મોહન ચરણ માઝી ઓડિશાના 15મા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ માહિતી આપી છે કે ઓડિશાના નવા CM મોહન ચરણ માઝી, ડેપ્યુટી CM કનક વર્ધન સિંહ દેવ અને પાર્વતી પરિદાનો શપથ ગ્રહણ સમારોહ 12 જૂન, 2024 બુધવારના રોજ યોજાશે.

વિધાનસભાની ચૂંટણીનું પરિણામ શું આવ્યું?

તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી છે. ઓડિશા વિધાનસભામાં કુલ 147 સભ્યો છે. 4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. નવીન પટનાયકની બીજેડીએ 51, કોંગ્રેસને 14, સીપીઆઈએમને 1 અને અન્યને 3 બેઠકો મળી છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની અટકળો! શિંદે અને અજીત પવારના MLA કરી શકે છે બળવો

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં હુમલા બાદ નેતાજીએ કહ્યું- હવે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ

Tags :
Advertisement

Trending News

.

×