Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી સરકાર જલ્દી જ કેન્દ્રિય કર્મચારીઓને આપી શકે છે Good News

જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો સરકારે તમારા માટે એક ખાસ ભેટની જાહેરાત કરી છે. કેન્દ્રએ ગ્રુપ સી, ગ્રુપ ડી અને ગ્રુપ બીની કેટલીક કેટેગરીના પાત્ર કર્મચારીઓ માટે 7000 રૂપિયા સુધીના બોનસની જાહેરાત કરી છે. સારી વાત એ છે...
મોદી સરકાર જલ્દી જ કેન્દ્રિય કર્મચારીઓને આપી શકે છે good news

જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો સરકારે તમારા માટે એક ખાસ ભેટની જાહેરાત કરી છે. કેન્દ્રએ ગ્રુપ સી, ગ્રુપ ડી અને ગ્રુપ બીની કેટલીક કેટેગરીના પાત્ર કર્મચારીઓ માટે 7000 રૂપિયા સુધીના બોનસની જાહેરાત કરી છે. સારી વાત એ છે કે આવા કર્મચારીઓ (કેન્દ્ર સરકારના કર્મચારીઓ) ને આ બોનસની રકમ દિવાળી પહેલા મળી જશે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરે છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના લાયક કર્મચારીઓને પણ બોનસ ચુકવણી આપવામાં આવશે. નાણા મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

Advertisement

સરકાર DA માં 4 ટકાનો વધારો કરશે

કેન્દ્રીય કેબિનેટ બુધવારે તેની બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA વધારો)માં 4 ટકાના વધારાને મંજૂરી આપી શકે છે. જો સરકાર DA માં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લે છે, તો તે વર્તમાન 42 ટકાથી વધીને 46 ટકા થશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. સરકારના આ નિર્ણય બાદ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. દિવાળી પહેલા આ કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ હશે. સમાચાર એ છે કે સરકાર બોનસના નિર્ણયને Ex Facto મંજૂરી આપી શકે છે. એટલે કે આ નવો DA દર 1 જુલાઈ, 2023થી લાગુ થશે. જેનો અર્થ છે કે તમામ કર્મચારીઓના ખાતામાં વધુ પૈસા આવવાની ખાતરી છે. કેબિનેટની બેઠક સવારે 10.30 કલાકે મળવાની છે. જે બાદ તેના વિશે જાહેરાત કરવામાં આવશે.

Advertisement

દિવાળી પર કર્મચારીઓ પર વરસશે 'લક્ષ્મી'

Advertisement

ઓકટોબરમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત બાદ તે ઓક્ટોબરના પગારમાં પણ ચૂકવવામાં આવશે. જેનો અર્થ છે કે, આ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ નવેમ્બરમાં જ મળશે. ઉપરાંત, દિવાળી પર કેન્દ્ર હેઠળના રેલ્વે કર્મચારીઓને વાર્ષિક બોનસ પણ ચૂકવવામાં આવે છે. આ વખતે પણ ચૂકવણી કરવી પડશે. આવી સ્થિતિમાં કર્મચારીઓ પાસે દિવાળી પર ખર્ચ કરવા માટે સારી એવી રકમ હશે. આ ઉપરાંત ત્રણ મહિનાના એરિયર્સની ચૂકવણીથી પણ ઘણી રાહત મળશે.

કયા કર્મચારીઓને લાભ મળશે?

7th pay commission બેન્ડના કર્મચારીઓને નવા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. તેનો અમલ 1 જુલાઈ, 2023થી થશે. રાહ લાંબી હોઈ શકે છે, પરંતુ તેના બદલામાં, કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મોંઘવારી ભથ્થાના DA Arrears પણ આપવામાં આવશે. બાકીની રકમ 42 ટકાથી વધતા દર વચ્ચેના તફાવતનો હશે. જણાવી દઈએ કે, છેલ્લી વખત માર્ચ 2023માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

મોંઘવારી ભથ્થું શું છે?

સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારીની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે.

આ પણ વાંચો - ADANI : ‘અમને નુકશાન પહોંચાડવા માટે કેટલાક લોકો ઓવરટાઇમ કરી રહ્યા છે’

આ પણ વાંચો - 2000 Rupee Note : 2000ની નોટ જમા કે બદલવાની આજે છેલ્લી તારીખ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.