ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Sabar Dairy : સાબરડેરીના વહીવટ સામે બાયડના ધારાસભ્યનો ઉગ્ર આક્રોષ

Sabar Dairy : સાબરડેરી (Sabar Dairy) ના વહીવટ સામે બાયડના ધારાસભ્યએ ઉગ્ર આક્રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સાબર ડેરીના એમડીને પત્ર લખીને પશુપાલકોને ભાવફેર આપવા માટેની માગ કરી છે. ઉલ્લેખનિય છે કે સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ન થતાં આ કામગિરી અટવાઇ...
02:30 PM Jun 14, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
MLA Dhavalsingh Jhala

Sabar Dairy : સાબરડેરી (Sabar Dairy) ના વહીવટ સામે બાયડના ધારાસભ્યએ ઉગ્ર આક્રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સાબર ડેરીના એમડીને પત્ર લખીને પશુપાલકોને ભાવફેર આપવા માટેની માગ કરી છે. ઉલ્લેખનિય છે કે સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ન થતાં આ કામગિરી અટવાઇ છે અને પશુપાલકોને ભાવફેર ના મળતા હાલાકી પડી રહી છે.

પશુપાલકોને ભાવફેર આપવાની માગ

અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો માટે ધારાસભ્યએ પત્ર લખ્યો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે જેમાં તેમણે પશુપાલકોને ભાવફેર આપવાની માગ કરી છે. જિલ્લાના 3.50 લાખ પશુપાલકોને 400 કરોડથી વધુનો નફો આપવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું છે.

બોનસમાં મહદઅંશે સુધારો કરો

પત્રમાં તેમણે લખ્યું છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદોને ચાલુ વર્ષે આપવાના થતા બોનસમાં મહદઅંશે સુધારો કરી જેમ બને તેમ દૂધ ઉત્પાદક સભાસદોને આર્થિક વધારાનો લાભ થાય અને દૂધ ઉત્પાદનમાં ઉત્સાહ રાખે તેવા હેતુ સાથે સભાસદોને બોનસનું વિતરણ જેમ બને તેમ વહેલી તકે કરવામાં આવશે તો આ સભાસદો પૈકી જે સભાસદો ખેડૂત ખાતેદારો છે તેઓને ખેતી ઉપયોગમાં બિયારણ, દવાઓ, ખાતર વગેરેની મદદ થઈ શકે તેમ હોય જેથી આ સભાસદોને બોનસ(ભાવ વધારો) જલ્દીથી ચૂકવવા તજવીજ કરવી.

ત્રણ દિવસમાં ચૂકવણું કરો

તેમણે પત્રમાં લખ્યું છે કે બોનસ(ભાવ વધારા)ની રકમ જે તે સભાસદોને આજ સુધી કયા કારણોસર ચૂકવામાં આવેલ નથી. સાબરડેરીમાંથી મળતું બોનસ દરેક દૂધ ભરનાર સભાસદ માટે જીવાદોરી સમાન હોવા છતાં સાબરડેરી આટલો મહદઅંશે નફો કરતી હોવા છતાં સભાસદોને બોનસ(ભાવ વધાર) માટે તેમની હકની રકમો માટે સાબરડેરીના સંચાલકો કોના લાભ માટે આટલો વિલંબ કરે છે? તે સમજી શકાતું નથી. આ બાબતે ત્રણ થી ચાર દિવસમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદોને બોનસનું ચુકવણું કરવું તેમ પણ તેમણે પત્રમાં જણાવ્યું છે.

આ પણ વાંચો---- “તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી” ધારાસભ્યની ચેતવણી

આ પણ વાંચો---- “બધી કિટલીઓ શાંત થઇ જશે”…CMનો પારો આસમાને…!

Tags :
Aravalli districtsBAYADBJPCattle breedersdemandfSabarkanthaGujaratGujarat FirstHimmatnagarMilk ProducerMLA Dhavalsingh Jhalamodasaprice changesabar dairy