..એવું તે શું થયું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું...હું દિલગીર છું...!
અમદાવાદની મુલાકાતે આવેલા એક યુવકને રિક્ષા ચાલક સાથે થયેલા કડવા અનુભવ બાદ યુવકે ટ્વિટર પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. આ વાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ધ્યાન પર આવતાં તેમણે ટ્વિટ કરીને યુવકને થયેલા અનુભવ બાબતે દિલગીરી વ્યક્ત કરી હતી...
12:51 PM Apr 27, 2023 IST
|
Vipul Pandya
અમદાવાદની મુલાકાતે આવેલા એક યુવકને રિક્ષા ચાલક સાથે થયેલા કડવા અનુભવ બાદ યુવકે ટ્વિટર પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. આ વાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ધ્યાન પર આવતાં તેમણે ટ્વિટ કરીને યુવકને થયેલા અનુભવ બાબતે દિલગીરી વ્યક્ત કરી હતી અને આ બાબતે તપાસ કરાવાની ખાત્રી આપી હતી.
યુવકે ટ્વિટ કરી અનુભવ વર્ણવ્યો
સમગ્ર મામલો ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યો હતો. મામલાની માહિતી મુજબ દિપાંશું સેન્ગર નામના યુવકે ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે અમદાવાદ એક એવું શહેર બની ગયું છે જ્યાં સિંગલ ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. તેણે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે મે રિક્ષા ભાડે કરી હતી અને રિક્ષા ચાલકે મને 647 રુપિયાનું ભાડુ આપવા ધમકી આપી હતી અને આ મુસાફરી માત્ર 5.5 કિમીની જ હતી. મે પોલીસ હેલ્પલાઇનનો પણ સંપર્ક કર્યો હતો.
હર્ષ સંઘવીએ દિલગીરી વ્યક્ત કરી
સમગ્ર મામલા અંગે ટ્વિટર ભારે ચર્ચા શરુ થઇ હતી. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ધ્યાન પર આ મામલો આવતાં તેમણે પણ ટ્વિટ કર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે થેંક્યુ અંકિત વોરા... તમે મારા ધ્યાન પર આ માહિતી લાવ્યા. દિપાંશું સેંગર, તમને થયેલી અસુવિધા બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.
તપાસ કરવાનું વચન
તેમણે ટ્વિટર પર લખ્યું કે મામલાની હું તપાસ કરીશ. ગુજરાતની મુલાકાતે આવતા પ્રત્યેક યાત્રિક અમારા મહેમાન છે. ચિંતા ના કરશો, અહીં તમે આનંદ ઉઠાવો અને હું વચન આપું છું કે તમે સારી યાદો સાથે પાછા ફરશો.
Next Article