Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US જતા પહેલા ચેતી જજો, અમેરિકાના માથે છે આ સંકટ, 1 મિલિયનથી વધુ લોકોને અસર

અમેરિકાને ધમરોળશે Hurricane Milton 1 મિલિયનથી વધુ લોકોને, હજારો ફલાઈટો બંધ ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાયા અમેરિકા (US)માં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું મિલ્ટન (Hurricane Milton)ને લઈને ફ્લોરિડામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. National Hurricane Center...
us જતા પહેલા ચેતી જજો  અમેરિકાના માથે છે આ સંકટ  1 મિલિયનથી વધુ લોકોને અસર
  1. અમેરિકાને ધમરોળશે Hurricane Milton
  2. 1 મિલિયનથી વધુ લોકોને, હજારો ફલાઈટો બંધ
  3. ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાયા

અમેરિકા (US)માં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું મિલ્ટન (Hurricane Milton)ને લઈને ફ્લોરિડામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. National Hurricane Center એ તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5 માં રાખ્યું છે. આ કેટેગરીના વાવાઝોડાને કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે. વાવાઝોડું મિલ્ટન (Hurricane Milton)બુધવારે એટલે કે આજે ફ્લોરિડાના ટેમ્પા ખાડી સાથે ટકરાઈ શકે છે. સત્તાવાળાઓએ વાવાઝોડાના કારણે 1 મિલિયનથી વધુ લોકોને ટેમ્પા ખાડી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ અને બળતણની અછત સર્જાઈ હતી.

Advertisement

એર ટ્રાફિક પ્રભાવિત...

વાવાઝોડાને કારણે ટેમ્પા ખાડીના ઉત્તર અને દક્ષિણના દરિયાકિનારા પર 10 થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે. US National Hurricane Center એ 254 મીમી કે તેથી વધુ વરસાદની આગાહી કરી છે, પૂરનું જોખમ પણ બાકી છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને ખરાબ રીતે અસર થઈ છે, લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. બુધવાર માટે નિર્ધારિત 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : ચીન,રશિયા અને ઈરાનથી છે આ દેશને જોખમ,43 આતંકી હુમલા નિષ્ફળ

ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા...

વાવાઝોડું મિલ્ટન (Hurricane Milton) હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. મંગળવાર સુધી વાવાઝોડાની ઝડપ 285 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ દરમિયાન ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લગભગ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગાઉ અમેરિકા (US)માં હેલેન વાવાઝોડાએ તબાહી મચાવી હતી. હેલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Israel War : Hezbollah નો અંત નક્કી, ઉત્તરાધિકારી પણ માર્યો ગયો... Video

બિડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ સ્થગિત કર્યો...

વ્હાઇટ હાઉસે કહ્યું કે વાવાઝોડાને કારણે રાષ્ટ્રપતિ જો બિડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. US પ્રમુખ જો બિડેને ફ્લોરિડામાં વાવાઝોડું મિલ્ટન (Hurricane Milton) લેન્ડફોલ કરે તે પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે લોકોને વિનંતી કરી છે. તેમણે કહ્યું કે ફ્લોરિડામાં સદી કરતાં પણ વધુ સમયમાં ત્રાટકેલું તે સૌથી ખરાબ વાવાઝોડું હોઈ શકે છે.

આ પણ વાંચો : આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે

Tags :
Advertisement

.