Shaktipeeth અંબાજી લાખો માઇ ભક્તોથી ઉભરાયુ
- અંબાજી ખાતે ચોથા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
- અંબાજી મંદિરના મુખ્ય માર્ગ પર જામી ભક્તોની ભીડ
- છેલ્લાં ત્રણ દિવસમાં અંબાજીમાં 10 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
- ત્રીજા દિવસે પોલીસ બંદોબસ્તમાં વધારો
Shaktipeeth : ભાદરવી પૂનમને અનુલક્ષીને શક્તિપીઠ અંબાજી (Shaktipeeth)માં લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી ધામ ખાતે પધારી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં 10 લાખ કરતા વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માઇ ભક્તોના ધસારાને જોતાં ત્રીજા દિવસે પોલીસ બંદોબસ્તમાં પણ વધારો કરાયો છે.
આ પણ વાંચો---Ambaji Temple ને ભાદરવી મહાકુંભ નિમિત્તે રંગબેરંગી લાઈટીંગથી શણગારયું
શનિવારે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી
અત્યાર સુધી શક્તિપીઠ અંબાજી ખાતે શનિવારે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ સાથે ભોજનશાળામાં 1.77 લાખ યાત્રિકોએ લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, કુલ 7.55 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા બે દિવસમાં 15,528 પેકેટ ચીકીનું વિતરણ કરાયું છે. અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓમાં અત્યારે મેળાને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની આવક
મંદિરમાં દર્શનના અભ્યાસને પોષણ આપતી આ ભવ્ય પ્રસંગ દરમિયાન, અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની આવક નોંધાઈ છે. શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનની ભાવના આવકના આ આંકડામાં દેખાય છે. પાછલા બે દિવસમાં મંદિર પર 521 ધજારોહણ કરાઈ હતી, જે આ ધાર્મિક પ્રસંગની પવિત્રતાને વધુ સુશોભિત કરે છે.
આ પણ વાંચો---Ambaji: ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, આજે 4.89 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા