Mexico ના ઘનઘોર જંગલમાં પ્રાચીન માયાનગરી મળી આવી, જુઓ તસવીરો
- ઈતિહાસને શોધી પાડવા માટે લિડાર મૈપ્સનો ઉપયોગ
- શોધકર્તાઓએ આ શહેરનું નામ Valeriana રાખ્યું છે
- પુરાતત્વવિદો માટે આગળનું પગલું શહેરની પુષ્ટિ કરવાનું
Lost Maya city : Mexico ના યુકાટન પ્રાયદ્વીપ ઉપર 1500 વર્ષ જૂનું એક સામ્રાજ્ય મળી આવ્યું છે. તે ઉપરાંત આ સામ્રાજ્યનું એક નિવાસસ્થાન ધરાવતું શહેર મળ્યું છે. ત્યારે આ અવશેષો મળી આવેલું ઐતિહાસિક શહેર Maya city નું છે. જોકે આ ખોજ એક ખાસ લેઝર તકનીકના આધારે કરવામાં આવી છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જર્નલ એન્ટિક્વિટીએ આજરોજ એક નવી રિસર્ચને જાહેર કરી છે. તેના અંતર્ગત આ શહેરમાં આશરે 6674 અવશેષો છે. તેમાં Chichen Itza and Tikal Pyramid ને પણ સામેલ કરવામાં આવ્યા છે.
ઈતિહાસને શોધી પાડવા માટે લિડાર મૈપ્સનો ઉપયોગ
શોધકર્તાઓએ 1500 વર્ષ જૂના ઈતિહાસને (Lost Maya city) શોધી પાડવા માટે એક લિડાર મૈપ્સનો ઉપયોગ કર્યો હતો. લિડાર તકનીકની મદદથી પ્રાચીન સ્થળઓ અને તેના અવશેષોની શોધ કરવામાં સરળતા મળે છે. જોકે આ તકનીક ખુબ જ ખર્ચાળ છે. જોકે એરિજોના વિશ્વવિદ્યાલપના પુરાતત્વવિદ્ અને અભ્યાસકર્તા પહેલા લેખક લ્યૂક ઓલ્ડ થોમસે જણાવ્યું હતું કે શરૂઆતી તબક્કાઓમાં આ તકનીક વૈજ્ઞાનિકો માટે ખુબ જ પડકારદાયક હતી. પરંતુ આ સ્થળનું પહેલાથી લિડાર સર્વેક્ષણ થયુ હોવાથી, તેમને અમુક અંશે સરળતા મળી હતી.
આ પણ વાંચો: યુગલો માટે Digital Condom બનાવ્યો! સેક્સ સ્કેન્ડલથી યુગલોને મળશે મુક્તિ
શોધકર્તાઓએ આ શહેરનું નામ Valeriana રાખ્યું છે
મેક્સિકોના પૂર્વ-મધ્યમાં આવેલા જંગલોમાં આ પહેલા ક્યારે પણ Maya city ને શોધી પડવા માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું ન હતું. ત્યારે આ વખતે એક કેમ્પ તૈયાર કરીને 50 મીલ સુધીના અંતરમાં Maya city માટે શહેર શોધ હાથ ધરી હતી. ત્યારે થોમસ અને તેમના સહયોગિયોએ ખેતરો અને રાજમાર્ગોની અંદર આવેલા માયા શહેરને શોધી પાડવા માટે કમર કસી હતી. તો તેમને આ અભિયાનમાં જીત પણ મળી હતી. ત્યારે શોધકર્તાઓએ આ શહેરનું નામ Valeriana રાખ્યું છે. ત્યારે આ શહેર આશરે 250 થી 900 ઈસીનું છે.
પુરાતત્વવિદો માટે આગળનું પગલું શહેરની પુષ્ટિ કરવાનું
શોધકર્તાઓનું કહેવું છે કે, આ ઐતિહાસિક શહેરમાં Maya city ના તમામ લક્ષણો જોવા મળે છે. કારણ કે.... આ શહેરમાં એક મોટો રસ્તો, મંદિર પિરામિડ અને એખ બોલ કોર્ટ જોવા મળ્યો છે. તો Valeriana શહરના કેન્દ્રમાં પહાડી ઉપર આવેલા ઘર પણ છે. પૂર્વ-મધ્ય કેમ્પેચેમાં માયાની રચનાઓ જાહેર કરતું આ પ્રથમ સંશોધન છે. થોમસ કહે છે કે વૈજ્ઞાનિક સમુદાયને આની જાણ નહોતી. સંશોધનમાં આગળનું પગલું પુરાતત્વવિદો માટે સ્થળ પર શહેરની પુષ્ટિ કરવાનું છે.
આ પણ વાંચો: 15 વર્ષ જૂના કેસમાં Google એક UK ની દંપતી સામે હાર્યુ, લાગ્યો 2.4 અબજ ડોલરનો દંડ