Gandhinagar : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જીલ્લામાં પડશે વરસાદ
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
- 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે
- રાજ્યમાં 10 મે બાદ શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટીવિટી
રાજ્યમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. તેમજ આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે.
ગુજરાતમાં આજથી ગરમી માં ઘટાડો થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી સમયમાં રાજ્યમાં હવામાનમાં પલ્ટો આવવાની શક્યતાઓ છે. તેમજ બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે. તેમજ દાહોદ, લીમખેડા, વડોદરા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદી છાંટા પડવાની સાથે પવન સાથે આંધી આવશે.
ક્યાં કેટલુ તાપમાન રહેશે
મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેશે. તેમજ કચ્છના ભાગોમાં તાપમાન 40 ડિગ્રી રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રી રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમં તાપમાન 33 ડિગ્રી આપસાપ રહી શકે છે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન 33 ડિગ્રી જઈ શકે છે.
આ પણ વાંચોઃ Gandhinagar: પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સ્પેશ્યલ ડ્રાઈવ, 3 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા
એપ્રિલ માસમાં તાપમાન વધઘટ બની રહેશે
આગામી 24 કલાકમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તેમજ 14 એપ્રિલ થી તાપમાનમાં ફરી વધારો થશે. તેમજ એપ્રિલ માસમાં તાપમાનમાં વધઘટ બની રહેશે. 17 એપ્રિલ થી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. તેમજ 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. તેમજ 26 એપ્રિલથી ગરમીમાં વધારો થશે. જેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી વધુ રહેશે. પ્રિ મોન્સુન એક્ટિવિટી 10 મે બાદ શરૂ થસે. તેમજ 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને દરિયા કિનારે પવન ફૂંકાશે.
આ પણ વાંચોઃ Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ