Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambalal Patel એ નવરાત્રિ અંગે એવું કહ્યું કે....

નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ નવરાત્રિના પર્વમાં વિધ્ન બની શકે છે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ખેલૈયાઓના રંગમાં પડી શકે છે ભંગઃ અંબાલાલ પટેલ નવરાત્રિમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ 10 ઓક્ટોબરથી ચિત્રામાં વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ...
11:51 AM Sep 06, 2024 IST | Vipul Pandya
ambalal patel

Ambalal Patel On Navaratri : રાજ્યમાં ઓગષ્ટ માસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. આગામી બે મહિના રાજ્યમાં વરસાદ રહી શકે તેવી આશંકા છે ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel On Navaratri) ચોંકાવનારી આગાહી કરી છે તે આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે. નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે.

ખેલૈયાઓ નિરાશ થાય તેવા સમાચાર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ તરફથી મળ્યા

ખેલૈયાઓ નિરાશ થાય તેવા સમાચાર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ તરફથી મળ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિમાં ખૈલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે . તેમણે કહ્યું કે રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો---Ambalal Patel: "30 તારીખ પછી વરસાદનું જોર ઘટશે પણ....."

10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડી શકે

તેમણે કહ્યું કે 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડી શકે છે જેથી નવરાત્રિ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રીનો તહેવારના બગડે તે માટે માતાજીને પ્રાર્થના છે પણ 5 ઓક્ટોબરે વરસાદ પડશે. આ વરસાદ છુટાછવાયા ભાગમાં પડશે.

ઓક્ટોબર-નવેમ્બરમાં વાવાઝોડાની પણ શક્યતા

તેમણે કહ્યું કે હાલ હજું 2 ત્રણ દિવસ વરસાદ રહેશે. ઉત્તર- મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં , સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. હજું વરસાદ ગયો નથી. 13 તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે જેથી સપ્ટેમ્બરમાં બહોળુ સર્કયુલેશન બનશે જેથી 15થી 18 દરમિયાન વરસાદ રહેશે. ચોમાસું વિદાય લેવાંમાં મોડુ થઇ શકે છે. 22થી 24 ભારે ઝાપટા પડશે. 10 ઓક્ટોબરે વરસાદ પડી શકે છે. શરદ પૂર્ણિમાંમાં પણ વરસાદ થઇ શકે. દિવાળી સુધીમાં વાદળછાયુ રહેશે. ઓક્ટોબર-નવેમ્બરમાં વાવાઝોડાની પણ શક્યતા છે.

આ પણ વાંચો---Gujarat Rain: વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી

Tags :
AmbalalPatelforecastmeteorologistMonsoon2024Navaratrinavaratri2024Rain
Next Article