Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ, ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ હવામાન ગરમ રહેવાની આગાહી હવામામ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
gujarat  ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ  ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement
  • સુરતમાં ત્રણ દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી
  • કાળઝાળ ગરમી વચ્ચે હિટ સ્ટ્રોકના દર્દીઓ વધવાની શક્યતા
  • તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન
  • ગરમીમાં હિટ સ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવાર વ્યવસ્થા

આગામી સમયમાં ફરી ગરમીનો પારો વધવાની હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તેમજ દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. તા. 22 થી 24 એપ્રિલ સુધી ગરમ હવામાન રહેવાની આગાહી હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરી છે, કાળઝાળ ગરમી વચ્ચે હીટસ્ટ્રોકનાં દર્દીઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તકેદારીનાં ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગરમીમાં હીટ સ્ટ્રોકનાં દર્દીઓ માટે અનોખી સારવાર વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આગોતરૂ તૈયારી કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકનાં દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા છે. દર્દીને બાથટબમાં રાખી બોટલો ચડાવી સારવાર કરાશે. સ્મીમેર હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં એસી બાથટબ અને આઈસપેકની વ્યવસ્થા કરવામાં આવી છે. હિટ સ્ટ્રોકનાં દર્દીને આ રીતે સારવારથી જલ્દી સાજા થવાનો હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

હીટ સ્ટ્રોકથી બચવા માટેનો પ્રયોગ: મનીષા આહીર (ચેરમેન, મનપા હોસ્પિટલ સમિતિ)

આ બાબતે મનપાની હોસ્પિટલ સમિતિનાં ચેરમેન મનીષા આહીરે જણાવ્યું હતું કે, ઉનાળો ચાલી રહ્યો છે. કાળઝાળ ગરમી છે અને ત્રણ દિવસની હીટવેવની આગાહી છે. જેને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મીમેર હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડમાં કુલીંગ બે બાથ તૈયાર કર્યા છે. જેની અંદર ઠંડું પાણી, આઈસ ક્યુબ પણ નાંખવામાં આવશે. જેથી હીટ સ્ટ્રોકનાં જે દર્દી આવે તેની બોડીનું ટેમ્પરેચર તાત્કાલીક નોર્મલ થાય તે માટે અમે આ કુલીંગ બાથની વ્યવસ્થા કરી છે. હોસ્પિટલ દ્વારા ઈમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે. જે ખૂબ જ જરૂરી છે. હીટ સ્ટ્રોકથી બચવા માટેનો આ એક લાભદાયી પ્રયોગ છે.

Advertisement


હીટસ્ટ્રોકનાં દર્દીઓ માટે બાથટબની વ્યવસ્થાઃ પ્રિન્સ માવાણી (ડોક્ટર સ્મિમેર હોસ્પિટલ)

સ્મિમેર હોસ્પિટલનાં પ્રિન્સ માવાણીએ જણાવ્યું હતું કે, હીટ સ્ટ્રોકને કારણે દર્દીઓ આવવાની શક્યતાઓ છે. તેમજ આગામી બે ત્રણ દિવસ હીટ સ્ટ્રોકની આગાહી પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સ્મીમેર મેડીકલ કોલેજમાં ઈમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલાઈઝ એસી છે. તેમજ હીટસ્ટ્રોકનાં દર્દીઓ માટે બાથટબની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VADODARA : 108 ઇન્દોરી અને પંજાબી મોડીફાઇડ સાઇલેન્સર પર બુલડોઝર ફર્યું

આ પણ વાંચોઃ Gujarat માટે સોમવાર ગોઝારો સાબિત થયો! અકસ્માતની ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો

Tags :
Advertisement
×

Live Tv

.

×