Monsoon: ગરમીમાં ખુશ થઇ જાવ તેવા આવ્યા સમાચાર..!
Monsoon : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આગામી દિવસોમાં હજું પણ ગરમીનો પારો ઉંચો જવાની સંભાવના છે ત્યારે ગુજરાતીઓને ખુશ કરી દે તેવા સમાચાર હવામાન વિભાગ દ્વારા મળ્યા છે. હવામાન વિભાગના અનુસાર આ વર્ષે ચોમાસું (Monsoon) સામાન્ય તારીખ પહેલાં પણ આવી શકે છે. ચોમાસું આંદોમાન નિકોબાર પહોંચી ગયું છે અને 31મે સુધીમાં ચોમાસાની કેરળમાં એન્ટ્રી થશે.
કેરળમાં 1 જૂને પહોંચશે ચોમાસું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગયા વર્ષે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે એન્ટ્રી કરી શકે છે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 19 જૂનની આસપાસ થાય તેવી શક્યતા
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 19 જૂનની આસપાસ થાય તેવી શક્યતા છે. ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. IMD અનુસાર મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે.
વાવાઝોડાની પણ આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. અરબ સાગરમા મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા.
केरल एवं माहे में 19-22 मई 2024 के दौरान कुछ हिस्सों में भारी से अत्यधिक भारी वर्षा (>204.5 मिलीमीटर) और 23 मई 2024 को भारी से बहुत भारी वर्षा (115.5-204.5 मिलीमीटर) होने की संभावना है।#rainfallalert #weatherupdate #rain@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/zNJsTeikro
— India Meteorological Department (@Indiametdept) May 19, 2024
ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા
અલ નીનો અને લા નીના એમ બે આબોહવાની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતો, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે, અલ નીનો દરમિયાન, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020 થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન, 109%, 99% અને 106% વરસાદ થયો હતો.
આ પણ વાંચો------ Gir Somnath : સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્રેઇનવોશ મામલે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ, વાલીનું પણ લેવાશે નિવેદન