Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Forecast : 3 કલાકમાં ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, 7 દિવસ તો.....

રાજ્યમાં આગામી 3 કલાક 11 જિલ્લા માટે અતિભારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં રેડ એલર્ટ ભારેથી અતિભારે વરસાદ પડવાની કરાઈ આગાહી ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું જામનગર, દ્વારકા,...
02:20 PM Aug 24, 2024 IST | Vipul Pandya
Meteorological department forecast

Forecast GUJARAT :આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી (Forecast GUJARAT) કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આજે પણ આગામી 3 કલાક 11 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને વલસાડ,નવસારી,દમણ,દાદરનાગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદમાં ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરાયુ છે.

Meteorological department forecast

હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મોન્સુન ટ્રફ,ઓફ શૉર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.

આ પણ વાંચો---- Rajasthan ના સુંધા માતા પર્વત પર આભ ફાટ્યું, મહિલાનું મોત

આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 5 ટકા વધુ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર,નર્મદા,તાપી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને રાજકોટ, જૂનાગઢ,અમરેલી,મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં પણ યેલો એલર્ટ જાહેર કરાયુ છે.

આ પણ વાંચો----Rains : સવારથી જ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ, આગામી 3 કલાક...

Tags :
forecastGujaratheavy to very heavy rainIMDMeteorological DepartmentMONSOON 2024Weather Alert
Next Article