Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana News : 'સાગર દાણ' કૌભાંડઃ વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીઓને 7 વર્ષની સજા

મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી દોષિત સાબિત કર્યા છે તે બાદ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. મહત્વનું છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને મોટો ઝટકો...
mehsana news    સાગર દાણ  કૌભાંડઃ વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીઓને 7 વર્ષની સજા

મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી દોષિત સાબિત કર્યા છે તે બાદ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે.

Advertisement

મહત્વનું છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જે બાદ કોર્ટે તમામને 7 વર્ષની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે, 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી.

માહિતી પ્રમાણે, મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજે મહેસાણાની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો, આ કેસમાં વિપુલ ચૌધરી અને પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી પણ આરોપી હતા, અને તેમને દોષિત જાહેર કર્યા બાદ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

Advertisement

ખાસ વાત છે કે, આ કેસમાં ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, અને કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા હતા

આ પણ વાંચો : અમદાવાદમાં ભૂવા ‘રાજ’…શહેરીજનો થયા ત્રસ્ત..!

Advertisement

Tags :
Advertisement

.