મહેસાણામાં ગર્ભ પરીક્ષણ મિશન માટે ટાર્ગેટ આપ્યો જિલ્લા અધિકારીએ!
- સેક્સ રેશિયો જાળવવા ટાર્ગેટથી કામગીરી કરવાનું સૂચન
- રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવનાનો આદેશ
- આ પરિપત્ર તેમની જાણ વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યો
Mehasana News : મહેસાણામાં આરોગ્ય વિભાગનું નવું ફરમાન સામે આવ્યું છે. ગર્ભ પરીક્ષણ રોકવા સ્ટિંગ ઓપરેશનના ટાર્ગેટનો વધુ એકવાર વિવાદ સામે આવ્યો છે. કારણ કે... સ્ટિંગ ઓપરેશનમાં ટાર્ગેટ નહીં આપવાની જાહેરાત વચ્ચે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેને લઈને વિવિધ સવાલો ઉભા થઈ રહ્યા છે. તે ઉપરાંત ગુજરાતના મહેસાણા જિલ્લામાં દીકરાની સરખામણીમાં દીકરીનો સેક્સ રેશિયો ઘણો નિચો છે અને તેના કારણે ગુજરાત સરકાર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવનાનો આદેશ
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દરેક બાબતોમાં ટાર્ગેટ મુજબ કામ કરે છે. તે મુજબ સેક્સ રેશિયો જાળવવા ટાર્ગેટથી કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. સેક્સ રેશિયો જાળવવા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તમામ તબીબો સામે કાર્યવાહી થવી અતિ-આવશ્યક છે. ત્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતા તમામ તબીબોને ટાર્ગેટ મુજબ કામગીરી કરવાની સૂચના આપતો પરિપત્ર જિલ્લાના 10 તાલુકાના હેલ્થ ઓફિસરોને મોકલી આપતા વિવાદ થયો છે.
આ પણ વાંચો: Gujarat-મુખ્યમંત્રીના સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનનાં બે વર્ષ પૂર્ણ
આ પરિપત્ર તેમની જાણ વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યો
જિલ્લા તાલુકામાં હેલ્થ ઓફિસરો ને ટાર્ગેટ મુજબ સ્ટિંગ ઓપરેશન કરવાની સૂચના આપતા પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. અને ટાર્ગેટ મૂજબ સ્ટિંગ ઓપરેશનનું કાર્ય પૂર્ણ કરી તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવનાનો આદેશ આપવાથી આ વિવાદ વકર્યો છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પરિપત્ર તેમની જાણ વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: VADODARA : બિચ્છુ ગેંગ માથુ ઉંચકતી હોવાના સંકેતો, માતા-પુત્રીને મળી ધમકી