Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં મેઘતાંડવ!, આ જિલ્લામાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહનો ડૂબ્યા

રાજ્યમાં મેઘરાજાનું જોરદાર આગમન થઈ ગયું છે. આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની સતત ધડબડાટી બોલી હતી. છેલ્લા 24 કલાકમાં સૌથી વધી વલસાડમાં આશરે 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરત નવસારીમાં પણ 6 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. #GujaratRain...
ગુજરાતમાં મેઘતાંડવ   આ જિલ્લામાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ  ઘરોમાં પાણી ઘૂસ્યા  વાહનો ડૂબ્યા

રાજ્યમાં મેઘરાજાનું જોરદાર આગમન થઈ ગયું છે. આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની સતત ધડબડાટી બોલી હતી. છેલ્લા 24 કલાકમાં સૌથી વધી વલસાડમાં આશરે 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરત નવસારીમાં પણ 6 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.

Advertisement

સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. સુરતના સણિયા-હેમાદ ગામમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે

Advertisement

નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા અને કાવેરી નદીનું જળ સ્તર વધવા લાગ્યું છે. નદીમાં અચાનક જલ સ્તર વધવાના કારણે પૂર્ણા નદી પર બનેલા સુપા અને કુરેલ ગામને જોડતો લો લાઈન પુલ અરવર જવર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે. સાથે જ ગણદેવીના ધનોરીથી નેશનલ હાઈવે તરફ જવાના રસ્તા પર ઝાડ પડવાના કારણે અહીં પણ વાહન વ્યવહારને અસર પહોંચી છે.

Advertisement

આ સિવાય શુક્રવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તાપી જિલ્લામાં મેઘ રાજાએ જાણે મેઘ તાંડવ સર્જાયું હોઈ તેવા દૃશ્યો ભારે વરસાદ થકી છેલ્લાં ચોવીસ કલાક થી જોવા મળી રહ્યાં છે જેમાં જિલ્લામાં કેટલાક ગામોમાં પાણી ભરાયાં તો જિલ્લાનાં કેટલાક ગામો સંર્પક વિહોણા થયાં ત્યારે જિલ્લા માંથી પ્રસાર થતું નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી. ત્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વ્યારામાં 5 ઈંચ થી વધુ વરસાદ ખાબકયો હતો.

જિલ્લામાં સવારે 6 વાગ્યે થી સાંજે 6 વાગ્યે સુધીમાં વરસેલા વરસાદની વિગત...
વ્યારામાં - 138 એમ.એમ
વલોડમાં -127 એમ.એમ
ડોલવણમાં - 120 એમ.એમ,
કુકરમુંડામાં - 113 એમ.એમ,
સોનગઢમાં - 70 એમ.એમ
નિઝરમાં - 67 એમ.એમ
ઉચ્છલમાં - 25 એમ.એમ વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં 23 માર્ગો બંધ કરવામાં આવ્યાં...
તાપી જિલ્લામાં વાલોડ, વ્યારા, સોનગઢ અને ડોલવણ સહિત કુકરમુંડામાં ભારે વરસાદ વરસતાં ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકનાં 23 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતાં જેને લઇને કેટલાક ગામોમાં સીધી સંપર્ક વિહોણા બન્યાં હતાં.
પુર આવે ત્યારે પાળ બાંધે કહાવત ને સાર્થક કરતું તાપી માર્ગ અને મકાન પંચાયત વિભાગ...
જિલ્લામાં ભારે વરસાદ થી કેટલાક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયાં હતાં ત્યારે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા પાણી નિકાલ માટે લો લેવલ કોઝવેમાં પાણી નિકાલ માટે જામેલ કચરા અને માટીની સફાઈ કરી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે પંચાયત વિભાગની પ્રી મોન્સુન કામગીરી પોલ ખુલી જવા પામી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યો વરસાદ

Tags :
Advertisement

.