ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

Rain Update: ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજાની સવારી પણ આવી પહોંચી છે. નોંધનીય છે કે, અંબાલાલ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં સારા એવા વરસાદનું આગમન થયું છે. વિગતે...
08:39 AM Jun 17, 2024 IST | VIMAL PRAJAPATI
Rain Update Gujarati

Rain Update: ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજાની સવારી પણ આવી પહોંચી છે. નોંધનીય છે કે, અંબાલાલ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં સારા એવા વરસાદનું આગમન થયું છે. વિગતે વાત કરવામાં આવે તો દ્વારકાના ખંભાળિયામાં સાડા 9 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે પોરબંદર, ભાણવડ, રાણાવાવ, નખત્રાણા, ગારિયાધાર, દ્વારકા, માંગરોળ, પાલીતાણા અને બાબરામાં વરસાદ થયો છે.

વરસાદ થતા રાજ્યભરમાં લોકોને ગરમીથી રાહત

નોંધનીય છે કે, વરસાદનું આગમન થતા રાજ્યભરમાં અત્યારે ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી થોડા દિવસોમાં ખેડૂતો વાવણી કરવાના છે. જેથી વાવણી પહેલા પીયત માટે પાણી આપવું પડતું હોય છે. જેથી અત્યારે થયેલો વરસાદ વાવણી માટે ઘણો ઉપયોગી રહેવાનો છે.

ક્યા કેટલો વરસાદ થયો
ખંભાળિયા9.5 ઈંચ વરસાદ
પોરબંદર3 ઈંચ વરસાદ
ભાણવડ2.5 ઈંચ વરસાદ
રાણાવાવ1.5 ઈંચ વરસાદ
નખત્રાણા1 ઈંચ વરસાદ
ગારિયાધાર1 ઈંચ વરસાદ
દ્વારકા1 ઈંચ વરસાદ

રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ

વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદરમાં 3 ઈંચ વરસાદ થયો છે. આ સાથે ભાણવડમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ થયો છે. ગારિયાધાર અને દ્વારકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો લીલીયા, કોટડા સાંગાણી, માંગરોળમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા અને બાબરામાં પણ વરસાદ થયો છે.

આ પણ વાંચો: Gujarat: બકરી ઈદને લઈને સરકારે 8 જેટલા આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી

આ પણ વાંચો: Bharuch: આમોદ પંથકમાં બકરા ઈદને લઇ વૈમનષ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ધરપકડ

આ પણ વાંચો: Dahod: ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબ્યા, ઘરે કહ્યું હતું – અમે નહાવા જઈએ છીએ

Tags :
Gujarat NewsGujarati NewsLatest Gujarati Newslocal newsMeghraja arrivalrain newsRAIN UPDATErain update NewsVimal Prajapati
Next Article