Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Meerut : ટોલ પ્લાઝાનો ડરામણો Video, ટોલ માંગવા પર કાર ડ્રાઈવરે મહિલા કર્મચારીને કચડી...

ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut)માંથી હૃદય હચમચાવી દેનારો CCTV ફૂટેજ સામે આવ્યો છે. અહીં કાશી ટોલ પ્લાઝા પર કાર ચાલકની ખુલ્લેઆમ ગુંડાગીરી જોવા મળી હતી. દલીલ બાદ ડ્રાઇવરે ટોલ પ્લાઝાની એક મહિલા કર્મચારીને તેની કાર વડે કચડી નાખી અને આગળ વધી...
meerut   ટોલ પ્લાઝાનો ડરામણો video  ટોલ માંગવા પર કાર ડ્રાઈવરે મહિલા કર્મચારીને કચડી

ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut)માંથી હૃદય હચમચાવી દેનારો CCTV ફૂટેજ સામે આવ્યો છે. અહીં કાશી ટોલ પ્લાઝા પર કાર ચાલકની ખુલ્લેઆમ ગુંડાગીરી જોવા મળી હતી. દલીલ બાદ ડ્રાઇવરે ટોલ પ્લાઝાની એક મહિલા કર્મચારીને તેની કાર વડે કચડી નાખી અને આગળ વધી ગયો. ઘટના સોમવારે સાંજે બની હતી. ખરેખર, મહિલા કર્મચારી ટોલ ટેક્સ માંગવા માટે કારની આગળ ઉભી હતી, જેના કારણે ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે કારને આગળ ધકેલી દીધી હતી. જોકે, મહિલા બોનેટ પર લટકતી જોવા મળી હતી. બાદમાં ડ્રાઈવર મહિલાને કચડીને ફરાર થઈ ગયો હતો. મહિલા કર્મચારી ગંભીર રીતે ઘાયલ છે. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

ડ્રાઇવર પાસેથી ટોલ માંગવા બાબતે દલીલ...

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. ટોલ પ્લાઝા મેનેજરના જણાવ્યા અનુસાર કારના ડ્રાઈવર પાસેથી ટોલની માંગણી કરવામાં આવતા લડાઈ શરૂ થઈ હતી. આ પછી વ્યક્તિએ દુર્વ્યવહાર કર્યો અને સ્ટાફ મેમ્બર પર વાહન ચલાવ્યું. CCTV માં કેદ થયેલી ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા કર્મચારી કાર ચાલક સાથે વાત કરી રહી છે. તે જ સમયે કારની સામે અન્ય એક મહિલા કર્મચારી ઉભી છે. વાતચીત દરમિયાન ડ્રાઇવરે અચાનક કારની સ્પીડ વધારી દીધી, જેના કારણે કર્મચારી વાહનના બોનેટ પર પડી ગઈ.

Advertisement

થોડે દૂર ગયા બાદ મહિલા નીચે પડી હતી...

આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો દોડવા લાગ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. મહિલા થોડે દૂર જઈને કારમાંથી નીચે પડી ગઈ હતી. તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 32 વર્ષીય સ્ટાફ મેમ્બરને ગંભીર ઈજાઓ સાથે મેરઠ (Meerut)ની સુભારતી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કાશી ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. આરોપી ડ્રાઈવરની ઓળખ કરી તેની ધરપકડ કરવા પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો : Lok Sabha Election : PM નરેન્દ્ર મોદીએ Varanasi થી ઉમેદવારી નોંધાવી

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election : પાંચમા તબક્કામાં કેટલા ઉમેદવારો કરોડપતિ છે, કેટલા કલંકિત છે? જાણો સમગ્ર માહિતી…

આ પણ વાંચો : Jammu and Kashmir : શ્રીનગરમાં બે દાયકા બાદ રેકોર્ડબ્રેક મતદાન, PM મોદીએ મતદારોની પ્રશંસા કરી…

Tags :
Advertisement

.