ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nimrat Kaur નું આ સ્ટાર ક્રિકેટર સાથે પણ અફેર હોવાનો દાવો

અભિનેત્રી નિમરત કૌર અને અભિષેક બચ્ચનના અફેરની ચર્ચા વર્ષ 2018માં નિમરતનું નામ સ્ટાર ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું નિમરત કૌર અને રવિ શાસ્ત્રી બે વર્ષથી રિલેશનશિપમાં હતા Nimrat Kaur : અભિનેત્રી નિમરત કૌર (Nimrat Kaur)અને અભિષેક બચ્ચનના અફેરની...
03:17 PM Oct 24, 2024 IST | Vipul Pandya
Nimrat Kaur

Nimrat Kaur : અભિનેત્રી નિમરત કૌર (Nimrat Kaur)અને અભિષેક બચ્ચનના અફેરની વાતો સોશિયલ મીડિયામાં ચગી છે ત્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવા કરાઇ રહ્યા છે કે સ્ટાર ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે પણ તેનુ અફેર હતું.

અભિનેત્રી નિમરત કૌર અને અભિષેક બચ્ચનના અફેરની ચર્ચા

તેની ફિલ્મો અને શાનદાર અભિનય ઉપરાંત, નિમરત કૌર તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી છે. પ્રિન્ટ મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિમરત, ધ લંચબોક્સ જેવી તેની શાનદાર ફિલ્મો માટે જાણીતી છે, જે 2013માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી. આ સિવાય તેણે એરલિફ્ટ, એન્કાઉન્ટર, પેડલર્સ જેવી ફિલ્મો પણ કરી છે. નિમરતે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોમલેન્ડ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પણ કામ કર્યું છે. ઘણી બધી ઉપલબ્ધિઓ સાથે આગળ વધી રહેલી નિમરત હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નિમરત અને અભિષેક બચ્ચન એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આ પણ વાંચો----એલિમિનેટ થયા બાદ ન બોલવાનું બોલી ગઇ Bigg Boss 18 ની આ કન્ટેસ્ટન્ટ

અભિષેક પહેલા પણ આ સેલેબ્સ સાથે નામ જોડાઈ ચૂક્યું છે

આ પહેલીવાર નથી જ્યારે નિમરતનું નામ કોઈ સ્ટાર સાથે જોડાયું હોય. આ પહેલા વર્ષ 2018માં નિમરતનું નામ સ્ટાર ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું. મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર નિમરત કૌર અને રવિ શાસ્ત્રી બે વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે, નિમરત કે રવિ શાસ્ત્રીએ ક્યારેય આ વિશે વાત કરી નથી.

નિમરતનું નામ એક સમયે દક્ષિણ ભારતીય અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે પણ જોડાયું હતું

રવિ શાસ્ત્રી ઉપરાંત નિમરતનું નામ એક સમયે દક્ષિણ ભારતીય અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે પણ જોડાયું હતું. નિમ્રતને લઈને ઘણી ચર્ચા થઈ હતી પરંતુ અભિનેત્રીએ હંમેશા પોતાની અંગત જિંદગીને ખાનગી રાખી છે હાલમાં, તેના લિંકઅપના સમાચાર ફરી એકવાર હેડલાઈન્સમાં છે અને તેનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાઈ રહ્યું છે જે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા માટે ચર્ચામાં છે.

આ પણ વાંચો---Nia Sharma એ વજાઈના માટે કર્યું વિજ્ઞાપન, તો મહિલાઓએ લીધો ઉધડો

Tags :
actressBollywoodBollywood actress Nimrat Kaurentertainmentformer cricketer Ravi ShastriNimrat KaurNimrat Kaur and Abhishek Bachchan's AffairRelationshipSouth Indian Actor Rana Daggubati
Next Article