Gujarat ના અમદાવાદમાં સૌથી વધારે 77 પાકિસ્તાની નાગરિકો, તમામને હાંકી કાઢવા કવાયત તેજ
- ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકો ને લઈને સૌથી મોટા સમાચાર
- ગુજરાતમાં લોન્ગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો.
- અમદાવાદ મા વધુ 77 પાકિસ્તાની નાગરિકો.
- સુરત મા 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો.
- ગુજરાતમાં શોર્ટટર્મ વિઝા પર રહેલા 7 નાગરિકો.
Ahmedabad : પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને(Pakistani citizens ) તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે,કેન્દ્ર સરકારના (AmitShah)પગલે રાજ્ય સરકાર (CM BhupendraPatel )એક્શનમાં છે જેમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારે કલેકટર અને એસપીને સૂચના આપી છે,જેમાં જે હિંદુ શરણાર્થીઓ છે તેમની સામે કંઈ કાર્યવાહી નહી કરાય.રાજય સરકારે ગુજરાતના કલેકટર અને એસપીને આ અંગે સૂચના પણ આપી દીધી છે.
ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને લઈ મોટા સમાચાર
ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં લોન્ગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો છે,અમદાવાદમાં (Ahmedabad)સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો,સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો હોવાની વાત સામે આવી છે,ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેલા 7 નાગરિકો છે,સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં હોવાની વાત સામે આી છે,ભરુચ અને વડોદરામાં એક-એક પાકિસ્તાની નાગરિક છે તો તમામ પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા કવાયત તેજ કરવામાં આવી છે,ગૃહ વિભાગે તૈયાર કરી પાકિસ્તાની નાગરિકોની યાદી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી વાતચીત
"બને એટલા જલ્દી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલો"@PMOIndia @HMOIndia @AmitShah @CMOGuj @Bhupendrapbjp @adgpi #BigBreaking #AmitShah #BhupendraPatel #Pakistan #Pahalgam #JammuKashmir #PahalgamTerrorAttack… pic.twitter.com/47vebnZvGq— Gujarat First (@GujaratFirst) April 25, 2025
ગાંધીનગર જિલ્લામાં 29 પાકિસ્તાનીઓ હોવાનો રિપોર્ટ
ગાંધીનગર શહેરમાં કલોલ, માણસા, દહેગામમાં પાકિસ્તાનીઓ હોવાની વાત સામે આવી છે જેમાં અલગ-અલગ વિઝા પર પાકિસ્તાની આવ્યા હોવાની વિગતો મળી છે,તો ગૃહ મંત્રાલયના આદેશ બાદ પાકિસ્તાનીઓને તગેડી મૂકાશે અને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે,ગૃહ વિભાગે તમામને ભારત છોડવાનો આપ્યો આદેશ,તો અટારી બોર્ડરથી તમામને તેમના દેશ પાકિસ્તાન મોકલવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.