Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને અનેક નેતાઓની શ્રદ્ધાંજલિ

આજે 16મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 5મી પુણ્યતિથિ છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ પૂર્વ પીએમના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે રક્ષા...
08:00 AM Aug 16, 2023 IST | Vipul Pandya
આજે 16મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 5મી પુણ્યતિથિ છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ પૂર્વ પીએમના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સમાધી પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય રાજકારણના અજાતશત્રુ અટલ બિહારી વાજપેયીનું લાંબી બીમારી બાદ 16 ઓગસ્ટ 2018ના રોજ અવસાન થયું હતું.

તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતના 140 કરોડ લોકો સાથે, મહાન પ્રતિભાશાળી  અટલજીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો. તેમણે આપણા દેશની પ્રગતિને આગળ વધારવા અને તેને 21મી સદીમાં અનેક ક્ષેત્રોમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રાજકારણના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા
 ગૃહ પ્રધાન અમિત શાહે એક ટ્વિટમાં લખ્યું હતું કે ભારતીય રાજકારણના સૌથી આદરણીય અજાતશત્રુ અટલજીએ વિચારધારા અને સિદ્ધાંતો પર આધારિત રાજકારણના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા. રાષ્ટ્રની સેવા કરવાની તેમની પ્રબળ ઈચ્છાશક્તિથી એક તરફ તેમણે સુશાસનનો પાયો નાખ્યો અને બીજી તરફ તેમણે પોખરણથી સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો. આવા મહાપુરુષને તેમની પુણ્યતિથિ નિમિત્તે લાખ લાખ વંદન, જેમણે પક્ષને શૂન્યમાંથી શિખર પર લઈ જવામાં પોતાના સંગઠનાત્મક કૌશલ્યથી અમૂલ્ય યોગદાન આપ્યું.

આ પણ વાંચો----DELHI NEWS : દિલ્હીવાસીઓ માટે ખરાબ સમાચાર, યમુના ખતરાની નિશાની પર પહોંચી
Tags :
Amit ShahAtalj Bihari VajpayeeDraupadi MurmuNarendra Moditribute
Next Article