ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેમ સીમા હૈદર ISI ની જાસૂસ હોઇ શકે.? વાંચો આ શંકાઓ...

UP ATS ફરી એકવાર પાકિસ્તાન (Pakistan)થી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) પાકિસ્તાનની જાસૂસ હોવાની આશંકા ને લઇને પૂછપરછ માટે લઇ ગઇ છે. સીમા હૈદર કેમ પાકિસ્તાનની જાસૂસ (ISI spy) હોઇ શકે તે અંગે નિષ્ણાતો સીમા હૈદર...
11:33 AM Jul 18, 2023 IST | Vipul Pandya
UP ATS ફરી એકવાર પાકિસ્તાન (Pakistan)થી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) પાકિસ્તાનની જાસૂસ હોવાની આશંકા ને લઇને પૂછપરછ માટે લઇ ગઇ છે. સીમા હૈદર કેમ પાકિસ્તાનની જાસૂસ (ISI spy) હોઇ શકે તે અંગે નિષ્ણાતો સીમા હૈદર પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આવો જાણીએ કે સીમા હૈદરની કેવા પ્રકારની ગતિવિધીઓ રહી છે કે જેનાથી તેની પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
સચિન-સીમાની લવ સ્ટોરી જ શંકાના દાયરામાં
પાકિસ્તાનની સીમા અને ભારતના સચિનની લવ સ્ટોરી જોઇએ તો લવ સ્ટોરી વાંચતાં જ તમને પહેલી નજરે શંકા થઇ શકે છે. અત્યાર સુધી જે માહિતી બહાર આવી છે તે મુજબ સીમા હૈદર પહેલીવાર PUBG દ્વારા સચિનને ઓનલાઇન મળી હતી. 2022માં સીમાના પિતા ગુલામ રજાના મોત બાદ તેણે ભારત આવવા માટે વિઝા એપ્લાય કર્યા હતા પણ તેને વિઝા મળ્યા ન હતા. ત્યારબાદ 10 માર્ચ 2023ના રોજ પહેલીવાર સીમા નેપાળ આવી અને સચિન પણ ભારતથી નેપાળ ગયો હતો. 7 દિવસ સુધી બંને નેપાળના કાઠમંડુની ન્યુ વિનાયક હોટલમાં રહ્યા અને ત્યારબાદ સીમા ફરીથી પાકિસ્તાન જતી રહી હતી.
FIRમાં આ વાતો નોંધાઇ છે
10 મે, 2023એ ફરી સીમા પોતાના 4 બાળકો સાથે વિઝા લઇને નેપાળ આવી અને કાઠમંડુમાં રોકાઇ અને ત્યાંથી વાન દ્વારા પોખરા ગયા બાદ દિલ્હી જઇ રહેલી એસી ડીલક્સ બસમાં બેસી હતી અને ભારત આવી ગઇ હતી. તે 13મી રાત્રે યમુના એકસપ્રેસ પર ઉતરી હતી અને સચિન તેને આંબેડકરનગરના ખુપુરા લઇ આવ્યો જ્યાં બંને 5 દિવસ રહ્યા હતા. ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે બંનેએ નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન પણ કર્યું હતું. આ તમામ વાતો એફઆઇઆરમાં પણ નોંધાયેલી છે.
સીમા જાસૂસ હોવાની કેમ શંકા...?
સીમાના જાસુસી એંગલની જો વાત કરવામાં આવે તો સીમા અને સચિન પાસેથી પોલીસે 3 બોગસ આધાર કાર્ડ જપ્ત કર્યા છે. આ આધાર કાર્ડને એડિટ કરીને સીમાને સચિનની પત્ની ગણાવાઇ હતી. સચિન તેના પિતા નેત્રપાલને સીમાને મળાવવા જંગલમાં લઇ ગયો હતો. તથા 30 જૂને બંને બુલંદ શહેરમાં કોર્ટ મેરેજ કરવાના હતા અને તે માટે સીમા પોતાના બાળકોને લઇને વકિલ પાસે પણ ગઇ હતી. પાકિસ્તાનનું આઇ કાર્ડ જોઇને વકીલે આ લગ્ન કરાવાનો ઇન્કાર કરી દીધો હતો અને ત્યાંથી જ સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો.
સીમા પાસેથી પોલીસને 4 મોબાઇલ ફોન મળ્યા
સીમા પાસેથી પોલીસને 4 મોબાઇલ ફોન મળ્યા છે જેમાંથી એક મોબાઇલ ફોન તૂટેલો હતો. એક મોબાઇલ ફોન સચિન પાસેથી પણ મળ્યો હતો જે પણ તૂટેલો હતો. એક ફોનમાં તો પાકિસ્તાનનું સીમ કાર્ડ પણ લગાવેલું હતું. સીમા પોતાની સાથે 2 વીસીઆર કેસેટ પણ લાવી હતી અને તે વિશે જ્યારે તેને પુછાયું ત્યારે તેણે જણાવ્યું કે આ કેસેટ તેના લગ્ન અને બાળપણની છે. પોલીસ આ બંને કેસેટની તપાસ કરી રહી છે કે તેમાં કોઇ પ્રકારનો મેસેજ તો છુપાયેલો નથી ને...આઇબી અને એટીએસ દ્વારા સોમવારે આ બાબતે સીમાની 8 કલાક સુધી પૂછપરછ પણ કરાઇ હતી.
મિલીટરી ઇન્ટેલિજન્સને પણ તપાસમાં સામેલ કરવામાં આવી
પોલીસની તપાસનો દોર હવે નેપાળ સુધી લંબાવ્યો છે અને તે માટે વિદેશ મંત્રાલયની પરવાનગરી પણ માગવામાં આવી છે. નેપાળમં પોલીસ તે હોટલમાં પણ જશે જ્યાં સીમા અને સચિન 7 દિવસ રોકાયા હતા. પોલીસ નેપાળમાં તે લોકોને પણ શોધશે જેમણે સીમાને ભારત લાવવા માટે મદદ કરી હતી. પોલીસને શંકા છે કે ફક્ત સચિનની સાથે જ પ્લાન કરીને સીમા ભારત આવી ના શકે. ભારતમાં જાસૂસી, સરહદી સૂચનાથી જોડાયેલી શંકાના આધારે મિલીટરી ઇન્ટેલિજન્સને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે.
સીમાના મોબાઇલ ફોનમાંથી મોટાભાગની ચેટ ડિલીટ
સીમા પાકિસ્તાનથી ફોન લઇને આવી હતી પણ નેપાળમાં તેણે પાકિસ્તાની સીમનો ઉપયોગ કર્યો ન હતો પણ નેપાળના સીમ કાર્ડનો યુઝ કર્યો હતો. સીમાને નેપાળથી ભારત આવતી વખતે એસએસબીને ચકમો આપ્યો હતો. તેણે એસએસબીને કહ્યું હતું કે બાળકની તબિયતખરાબ છે. સીમાએ 2 વખત બસ યાત્રીઓ પાસેથી હોટ સ્પોટ લઇને વોટસએપ કોલ પર વાત કરી હતી. સીમા પાસેથી પોલીસને એક તૂટેલો ફોન પણ મળ્યો છે. કેમ તેણે તૂટેલો ફોન રાખ્યો હતો તે વિશે પણ પોલીસને શંકા છે. સચિન અને સીમા વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને વોટસએપ પર ચેટિંગ તથા કોલ થઇ હતી અને પોલીસ ફોનનો ડેટા રિકવર કરી રહી છે. સીમાના મોબાઇલ ફોનમાંથી મોટાભાગની ચેટ ડિલીટ કરી દેવાઇ છે.
સીમાનો ભૂતકાળ પણ જૂઠ્ઠો હોવાની આશંકા
જાણકારી મુજબ સીમાનું પહેલું લગ્ન ફેબ્રુઆરી 2014માં પાકિસ્તાનમાં સિંધ ના જ ગુલામ હૈદર સાથે થયું હતું. સીમા અને ગુલામે લવ મેરેજ કર્યું હતું. સીમાનો પહેલો પતિ ગુલામ હૈદર હવે સામે આવ્યો છે. તે કરાચીમાં ટાઇલ્સ લગાવાનું કામ કરતો હતો અને 2019થી તે સાઉદી અરબમાં કામ કરે છે અને તે વખતે બંનેના તલાક થયા હતા. સીમા અને ગુલામ 3 વર્ષથી મળ્યા નથી.સીમાના પહેલા પતિએ કહ્યું કે તેનો સંપર્ક મિસ કોલથી થયો હતો અને 3થી 4 મહિના સુધી બંનેની વાતચીત થઇ હતી.
સીમાની બંને લવ સ્ટોરીનો પ્લોટ એક સરખો..
બરાબર આ જ રીતે સીમા અને સચિનની પણ લવ સ્ટોરી છે. સીમાને પણ પબજીથી સચિન સાથે પ્રેમ થયો અને તે પાકિસ્તાનથી ભારત આવી ગઇ. આ બંને લવ સ્ટોરીની સમાનતાને જોતાં તપાસ એજન્સીઓને વધુ શંકા ગઇ છે. 27 વર્ષની સીમા 5માં ધોરણ સુધી ભણેલી છે પણ કડકડાટ અંગ્રેજી બોલે છે અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં પણ એક્સપર્ટ છે. સીમા પાસે વિઝા અને પાસપોર્ટ બનાવવાના પણ પૈસા ન હતા છતાં તે ભારત પહોંચી ગઇ હતી. સીમાએ કરાચીમાં પોતાનો એક પ્લોટ 12 લાખમાં વેચી દીધો હતો.
આ પણ વાંચો---પોતાને અભણ ગણાવતી સીમા હૈદરે પાકિસ્તાનનું સીમ કેમ તોડી નાંખ્યું..!
Tags :
ISI spyPakistanSeema HaiderUP ATS
Next Article