Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Manoj Jarange દ્વારા આંદોલન સમેટવાનું એલાન! શિંદે સરકારે માંગણી સ્વીકારી

Manoj Jarange: મહારાષ્ટ્રમાં ચાલી રહેલ મરાઠા આંદાલને અત્યારે નવું સ્વરૂપ લીધું છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે શુક્રવારે રાત્રે તેમાં એક નવો મોડ આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર પ્રતિનિધિમંડળ અને મરાઠા આંદોલનનું નેતૃત્વ કરતા મનોજ જારાંગે પાટિલ વચ્ચે શુક્રવારે રાત્રે મોડા...
10:10 AM Jan 27, 2024 IST | VIMAL PRAJAPATI
Manoj Jarange

Manoj Jarange: મહારાષ્ટ્રમાં ચાલી રહેલ મરાઠા આંદાલને અત્યારે નવું સ્વરૂપ લીધું છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે શુક્રવારે રાત્રે તેમાં એક નવો મોડ આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર પ્રતિનિધિમંડળ અને મરાઠા આંદોલનનું નેતૃત્વ કરતા મનોજ જારાંગે પાટિલ વચ્ચે શુક્રવારે રાત્રે મોડા સુધી બેઠક ચાલી હતી. ત્યારે શિંદે સરકારે અવું કહ્યં કે, આ મામલે વાતચીત કર્યા બાદ ઉકેલ આવી ગયો છે.

મનોજ જારાંગેની માંગ સરકારે સ્વીકારી લીધી

સુત્રો દ્વારા વિગતો એવી મળી રહી છે કે, શિંદે સરકારે મરાઠા આંદોલનનું નેતૃત્વ કરતા મનોજ જારાંગેની માંગ સ્વીકારી લીધી છે. અને આ મામલે તેમણે ખુદ પુષ્ટી કરી છે. મીડિયા એજન્સી સાથે વાત કરતા મનોજ જારાંગે કહ્યું કે, ‘મુખ્યમંત્રી એકનાથ શિંદે સારૂ કામ કર્યું છે. અમારો વિરોધ ખતમ થઈ ગયો છે. અમારી માંગોને સ્વીકારી લેવામાં આવી છે. અમે તેમના પત્રોનો સ્વીકાર કરીશું. હું આજે એટલે કે શનિવારે મુખ્યમંત્રીના હાથમાંથી જ્યુસ પીશ.’

શિવાજી ચોક ખાતે મરાઠા કાર્યકરો સાથે વાત કરશે

મીડિયા અહેવાલ પ્રમાણે મનોજ જારાંગે આજે સવારે મુંબઈના શિવાજી ચૌક પર પોતાનું અનશન તોડી શકે છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે તે હવે મુંબઈ નહીં જાય. આ સાથે તેઓ આજે સવારે શિવાજી ચોક ખાતે હજારો મરાઠા કાર્યકરો સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ મનોજ જરાંગે-પાટીલે મહારાષ્ટ્ર સરકારને તેમની માંગણીઓ સાથે સંબંધિત આદેશ જારી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો.

આ પણ વાંચો: શું RJD સત્તામાં આવશે? બિહારમાં નવી સરકાર બનવાની ખબર બની તેજ

મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું

ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી એકનાથે શુક્રવારે રાત્રે મરાઠા આરક્ષણને લઈને આંદાલન કરી રહેલા મનોજ જારાંગ પાસે તેમની વિભિન્ન માંગ મામલે એક અધિકારીને મોકલ્યો હતો. મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, મુખ્યમંત્રીએ આ માંગો પર ચર્ચા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ કાર્યકર્તા સાથે વાત કરવા માટે વટહુકમના ડ્રાફ્ટ સાથે પ્રતિનિધિમંડળ મોકલ્યુ હતું.

Tags :
Gujarati NewsManoj Jarange PatilMarathaMaratha movementMaratha reservationnational newsnow Shinde governmentShinde Government
Next Article