Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રથયાત્રા 2023: ભગવાનની મંગળા આરતી યોજાઇ, ભક્તોમાં ભારે ઉત્સાહ

જગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે દર્શન કર્યા મંગળા આરતી બાદ ભગવાનનો ખીચડીનો ભોગ 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 વાગ્યે પહિંદવિધિ કરશે પહિંદવિધિ બાદ...
04:33 AM Jun 20, 2023 IST | Vipul Pandya
જગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને મંગળા આરતીમાં ભાગ લીધો હતો.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ મંગળા આરતીનો લાભ લીધો હતો.
સવારે 6.30 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે
અમદાવાદમાં આજે યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા ભક્તો તલપાપડ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવશે. સવારે 4 વાગે મંગળા આરતી યોજાયા બાદ સવારે 6.30 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં મંગળા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો હતો.
મુખ્યમંત્રી પહિંદ વિધી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે
સવારે 7 વાગે મુખ્યમંત્રી પહિંદ વિધી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નિકળશે.
આ પણ વાંચો---આજે ઓડિશાના પુરીમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, અતિ પ્રાચીન રથયાત્રાનો થશે પ્રારંભ 

Tags :
AhmedabadJagannath templeLord JagannathjiMangala Aartirathayatra 2023Rathyatra
Next Article