કોંગ્રેસ નેતાઓએ જ્યારે-જ્યારે PM ને ગાળો આપી છે ત્યારે તેમની લોકપ્રિયતા વધી છે
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો સ્વાદ ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, અમે જોઈશું કે તેમણે શું આપ્યું છે. જલદી તમે તેને ચાટશો, તમે સંપૂર્ણ રીતે સૂઈ જશો. ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે.
જો કે, થોડા સમય બાદ આ નિવેદન પર વિવાદ થયો હતો, તેમનો ખુલાસો પણ આવ્યો હતો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.
તો વળી કોંગ્રેસના નિવેદન પર ભાજપના આઈટી હેડ અમિત માલવિયાએ ખડગેના નિવેદનનો વીડિયો શેર કરતા કહ્યું કે, કોંગ્રેસની હતાશા દેખાઈ રહી છે. હવે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી ઝેરીલા સાંપ છે. સોનિયા ગાંધીના મોતના સૌદાગરના નિવેદનથી જે વાત શરૂ થઈ હતી તે હજી શરૂ છે. કોંગ્રેસ સતત નીચલી કક્ષાએ જઈ રહી છે. કોંગ્રેસની આ હતાશા બતાવે છે કે તે કર્ણાટકમાં હવે નબળી બની રહી છે.
વડાપ્રધાનને અપશબ્દો કહેવાનો સિલસિલો નવો નથી
જ્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીને અપશબ્દો કહ્યાં છે ત્યારે ત્યારે વડાપ્રધાનની લોકપ્રિયતા વધી છે. કોંગ્રેસ નેતાઓના ભૂતકાળના અનેક નિવેદનો તેના સાક્ષી છે. અગાઉની અનેક ઘટનાઓ બાદ પણ કોંગ્રેસ તેમાંથી બોધપાઠ નથી લઈ રહ્યું.
રાવણ સાથે તુલના
28 નવેમ્બર 2022ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે PM મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ વડાપ્રધાન મોદીના ચહેરા પર મત માંગવા બદલ કટાક્ષ કર્યો અને પૂછ્યું, "શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?" તેમણે કહ્યું કે તેઓ દરેક ચૂંટણીમાં પોતાનો ચહેરો બતાવવા આવે છે. શું તમારી પાસે રાવણ જેવા સો ચહેરા છે?
હિટલર સાથે તુલના
16 નવેમ્બર, 2016ના રોજ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ નોટબંધીનો વિરોધ કરવા માટે PM નરેન્દ્ર મોદીની તુલના વિશ્વના સરમુખત્યાર ગદ્દાફી, મુસોલિની અને હિટલર સાથે કરી હતી. પ્રમોદ તિવારીએ કહ્યું કે દુનિયાના કોઈ વિકસિત દેશે આજ સુધી આવો નિર્ણય લીધો નથી, જેમણે આવું કર્યું તેમાં ગદ્દાફી, મુસોલિની અને હિટલરનો સમાવેશ થાય છે, ચોથું નામ નરેન્દ્ર મોદી છે.
સોનિયાએ મોદીને મોતના સોદાગર ગણાવ્યા
2007ના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM નરેન્દ્ર મોદીને મોતના વેપારી કહ્યા હતા. જે બાદ ભારે ઉહાપોહ થયો હતો અને કોંગ્રેસને નુંકસાન વેઠવું પડ્યું હતું.
મણિશંકર અય્યરે પીએમ મોદીને 'નીચ આદમી' કહ્યા
07 ડિસેમ્બર 2017ના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદી પર નિવેદન આપતા કહ્યું હતું કે 'મને લાગે છે કે આ માણસ ખૂબ જ નીચા પ્રકારનો છે, તેનામાં કોઈ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારનો ગંદા રાજકારણની શું જરૂર છે? જોકે, બાદમાં અય્યરે આ નિવેદન બદલ માફી માંગી હતી.
ઔરંગઝેબ સાથે તુલના
26 જૂન, 2018ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, દિલ્હી સલ્તનતના ઔરંગઝેબ કરતાં પણ વધુ ક્રૂર સરમુખત્યાર નરેન્દ્ર મોદીએ સમગ્ર લોકશાહીને બંધક બનાવી છે. ઔરંગઝેબે માત્ર તેમના પિતાને બંધક બનાવ્યા હતા, પરંતુ આજના ઔરંગઝેબે પાર્ટી સહિત સમગ્ર લોકતંત્રને બંધક બનાવી લીધું છે.
ચોકીદાર ચોર છે
20 સપ્ટેમ્બર, 2018 ના રોજ, કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેર રેલીમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે. અમે તેને માન આપીએ છીએ. તેઓ અમારો દુરુપયોગ કરી શકે છે, પરંતુ અમે અને અમારા લોકો તે કરી શકતા નથી. 20 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ રાજસ્થાનના ડુંગરપુરમાં કહ્યું હતું કે, 'નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારે દેશના વડાપ્રધાન નથી બનવું, મારે દેશનો ચોકીદાર બનવું છે… પરંતુ આજે દેશના હૃદયમાં, રાજસ્થાનના લોકોના હૃદયમાં. એક નવો અવાજ ઉઠી રહ્યો છે... ગલી-ગલી મેં શોર હૈ, હિંદુસ્તાન કા ચોકીદાર ચોર હૈ.’ તેમના આ નિવેદન બાદ ભારે ઉહાપોહ થયો હતો.
મોદીની સરખામણી જનરલ ડાયર સાથે
18 ડિસેમ્બર, 2019ના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે PM નરેન્દ્ર મોદીની સરખામણી જનરલ ડાયર સાથે કરી હતી. વડાપ્રધાન મોદીનું અપમાન કરતાં દિગ્વિજય સિંહે કહ્યું કે, દેશના મુસ્લિમોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ નથી. આ લોકો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર દેશ પર રાજ કરવા માગે છે.
કોંગ્રેસના આ નેતાઓએ વડાપ્રધાન મોદી માટે ઉચ્ચાર્યાં છે અપશબ્દો...
તારીખ | કોંગ્રેસ નેતા | અપશબ્દ |
27/04/2023 | મલ્લિકાર્જૂન ખડગે | ઝેરીલા સાપ સાથે તુલના |
24-03-2023 | શ્રીનિવાસ બીવી | હિટલર સાથે તુલના |
11/03/2023 | જયરામ રમેશ | હિટલર-સ્ટાલિન સાથે તુલના |
20/02/2023 | પવન ખેડા | પીએમ મોદીના પીતાનું અપમાન |
08/01/2023 | મલ્લિકાર્જૂન ખડગે | તાનાશાહ સાથે તુલના |
19-12-2022 | મલ્લિકાર્જૂન ખડગે | ઉંદર સાથે તુલના |
02/12/2022 | વી.એસ.ઉગ્રપા | આધુનિક ભસ્માસુર |
28/12/2022 | મલ્લિકાર્જૂન ખડગે | રાવણ સાથે તુલના |
17/11/2022 | દિગ્વિજયસિંહ | રાવણ ગણાવ્યા |
12/11/2022 | મધુસુદન મિસ્ત્રી | ઔકાદ બતાવી દેશું |
12/07/2022 | આલ્કા લાંબા | નાલાયક |
20/06/2022 | સુબોધકાંતા સહાય | હિટલરની મોતે મરશે |
13/06/2022 | શૈખ હુસૈન | મોદીને કુતરાની મોત મારીશું |
04/02/2022 | અજય રાય | મોદીને જમીનમાં દાટી દેશું |
16/01/2022 | નાના પટૌલે | મોદીને મારી શકું છું |
14/12/2021 | ઉમંગ સિંધાર | રાક્ષસ સાથે સરખામણી |
18//10/2021 | કર્ણાટક કોંગ્રેસ | અંગુઠા છાપ |
22/12/2020 | રણદિપ સુરજેવાલા | સૌથી ક્રુર PM |
17/09/2020 | રણદિપ સુરજેવાલા | વાંદરા સાથે સરખામણી |
26/08/2020 | ગૌરવ પાંધી | આસારામ, ગુરુમીત રામરહિમ સાથે તુલના |
08/07/2020 | ગૌરવ વલ્લભ | રંગા-બિલ્લા |
15/04/2020 | નંદકુમાર બઘેલ | દુષ્ટ કહ્યાં |
13/02/2020 | પી.એલ.પુનિયા | ગોડસે સાથે સરખામણી |
16/01/2020 | અધિર રંજન ચૌધરી | દેશનો બાપ નથી |
14/01/2020 | મણિશંકર અય્યર | કાતિલ |
09/01/2020 | કમલનાથ | બાપ-દાદા સ્વાતંત્ર્ય સેનાની નથી |
07/01/2020 | તરૂણ ગોગોઈ | હિંદુ જીણા |
18/12/2019 | દિગ્વિજયસિંહ | જનરલ ડાયર |
17/11/2019 | સુબોધકાંત સહાય | મદારી |
15/10/2019 | રાહુલ ગાંધી | ભોંપુ, ખીસ્સા કાતરું |
24/07/2019 | અધિર રંજન ચૌધરી | ઘોડા |
24/06/2019 | અધિર રંજન ચૌધરી | ગંદી નાલી |
10/05/2019 | નવજોતસિંહ સિદ્ધૂ | કાળો અંંગ્રેજ |
09/05/2019 | પ્રિયંકા ગાંધી વાડ્રા | કાયર |
09/05/2019 | અશોક તંવર | રાવણ |
07/05/2019 | પ્રિયંકા ગાંધી વાડ્રા | દુર્યોધન |
07/05/2019 | સંજય નિરૂપમ | ઔરંગઝેબ |
06/05/2019 | નવજોતસિંહ સિદ્ધૂ | દર્શનિય ઘોડા |
05/05/2019 | દિનદયાલ બૈરવા | હિંદુ આતંકવાદી |
09/04/2019 | અર્જૂન મોઢવાડિયા | ગધેડો |
18/03/2019 | બી. નારાયણ રાવ | નામર્દ |
16/03/2019 | પવન ખેડા | મસુદ, ઔસામા, દાઉદ, ISI |
09/03/2019 | વિજયા શાંતિ | આતંકવાદી |
25/01/2019 | રાશિદ અલ્વી | નાકારો પુત્ર |
10/01/2019 | સુશિલ કુમાર શિંદે | તાનાશાહ, હિટલર |
26/12/2018 | શ્યામસુંદરસિંહ ધીરજ | યોર, નટવરલાલ |
07/12/2018 | રણદિપ સુરજેવાલા | મહમ્મદ બિન તુઘલક |
03/12/2018 | મહેન્દ્રજીત માલવિય | મોદીની માતાને અપશબ્દ |
26/11/2018 | ઈરફાન અંસારી | સાલા મોદી |
25/11/2018 | વિલાસરાવ મુત્તેમવાર | મોદી કા બાપ કૌન હૈ |
25/11/2018 | જીજ્ઞેશ મેવાણી | મોદી નાલાયક બેટા |
22/11/2018 | રાજ બબ્બર | ડોલર મોદીના માં જીતના ગીરા |
09/11/2018 | સંજય નિરૂપમ | મોદીથી ખરાબ કંઈ છે જ નહી |
04/11/2018 | મલ્લિકાર્જૂન ખડગે | મોદી હિટલર |
25/10/2018 | જીજ્ઞેશ મેવાણી | નમક હરામ |
20/09/2018 | રાહુલ ગાંધી | હિંદુસ્તાન કા ચૌકીદાર ચોર |
12/09/2018 | સંજય નિરૂપમ | અભણ, ગવાર |
26/06/2018 | રણદિપ સુરજેવાલા | ઔરંગઝેબથી પણ ક્રુર તાનાશાહ |
19/12/2018 | અલ્પેશ ઠાકોર (તત્કાલિન કોંગ્રેસ નેતા) | સાલા મોદી |
04/02/2018 | દિવ્યા સ્પંદના | નશેડી |
19/12/2017 | જીજ્ઞેશ મેવાણી | માનસિક વૃદ્ધ |
13/12/2017 | સંજય નિરૂપમ | નકામો |
09/12/2017 | સલમાન નિઝામી | પિતા કૌણ? દાદા કોણ? |
07/12/2017 | મણિશંકર અય્યર | નીચ આદમી |
27/11/2017 | આનંદ શર્મા | માનસિક બિમાર |
21/11/2017 | યુથ કોંગ્રેસ મેગેઝિન | વિવાદિત ટ્વીટ |
17/09/2017 | મનિષ તિવારી | અશ્વિસ શબ્દો |
08/09/2017 | દિગ્વિજયસિંહ | અપમાનજનક ટ્વીટ |
16/09/2016 | પ્રમોદ તિવારી | ગદ્દાફી, મુસોલિની, હિટલર |
06/10/2016 | રાહુલ ગાંધી | જવાનોના લોહીનો દલાલ |
16/05/2016 | રાશિદ અલ્વી | મોસ્ટ સ્ટૂપિડ પીએમ |
28/03/2014 | ઈમરાન મસૂદ | મોદીના ટુકડાં-ટુકડાં કરી નાખીશું |
01/02/2014 | સોનિયા ગાંધી | ઝેર ઓકતો |
2007 | સોનિયા ગાંધી | મોતના સૌદાગર |
03/03/2013 | મણિશંકર અય્યર | સાંપ, વિંછી અને ખરાબ માણસ |
13/06/2012 | દિગ્વિજયસિંહ | રાવણ |
નવેમ્બર 2012 | મણિશંકર અય્યર | લોહી પુરૂષ, અસત્યનો સૌદાગર |
નવેમ્બર 2012 | સોમાજી પટેલ | ઘાંચી |
ઓક્ટોબર-2012 | અર્જૂન મોઢવાડિયા | વાંદરો, રેબિઝથી પિડીત |
2012 | હુસૈન દલવાઈ | ઉંંદર |
માર્ચ-2012 | મનીષ તિવારી | દાઉદ ઈબ્રાહિમ |
નવેમ્બર-2012 | અર્જૂન મોઢવાડિયા | નિષ્ફળ પતિ |
2009 | રિઝવાન ઉસ્માની | નાલાયાક દિકરો |
07/06/2013 | શાંતારામ નાઈક | હિટલર, પોલપોટ |
07/06/2013 | રેણુંકા ચૌધરી | નમોનિટિઝ વાયરસ |
08/06/2013 | સલમાન ખુરશીદ | વાંદરો |
13/06/2013 | જયરામ રમેશ | ભસ્માસુર |
14/07/2013 | બેનીપ્રસાદ વર્મા | પાગલ કુત્તા |
17/08/2013 | ગુલામ નબી આઝાદ | ગંગુ તૈલી |
2009 | બી.કે. હરિપ્રસાદ | ગંદી નાલી કા કીડાં |
આ પણ વાંચો : શરદ પવારનું ચોંકાવનારું નિવેદન..રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે