Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Policy : જયશંકર પહોંચ્યા અને માલદીવ થયું સીધુદોર....

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનને સમર્થન આપવા છતાં ભારત સાથે સંબંધો બગાડવા માંગતા નથી તેમણે માલદીવ-ભારત નીતિમાં ફેરફાર કર્યો માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ સ્વાગત કર્યુ Policy : ભારત અને તેના નાના પાડોશી દેશ માલદીવ વચ્ચેના સંબંધો પાટા...
policy   જયશંકર પહોંચ્યા અને માલદીવ થયું સીધુદોર
  • રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનને સમર્થન આપવા છતાં ભારત સાથે સંબંધો બગાડવા માંગતા નથી
  • તેમણે માલદીવ-ભારત નીતિમાં ફેરફાર કર્યો
  • માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ સ્વાગત કર્યુ

Policy : ભારત અને તેના નાના પાડોશી દેશ માલદીવ વચ્ચેના સંબંધો પાટા પર ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનને સમર્થન આપવા છતાં ભારત સાથે સંબંધો બગાડવા માંગતા નથી. આ જ કારણ છે કે તેમણે હવે માલદીવ-ભારત નીતિ (Policy)માં ફેરફાર કર્યો છે. માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ મુઈઝુના નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત ફેરફારોનું સ્વાગત કર્યું છે. તેમણે ભારત તરફથી મળનારી મદદ અંગે પણ વાત કરી છે.

Advertisement

વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે

વાસ્તવમાં વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે ગયા છે. મોહમ્મદ મુઇઝુના રાષ્ટ્રપતિ બન્યાના લગભગ નવ મહિના પછી ભારતના કોઈ વરિષ્ઠ અધિકારી-નેતાની આ પ્રથમ મુલાકાત છે. આ પ્રવાસ દ્વારા જયશંકરે માલદીવ સાથેના બગડેલા સંબંધોને પાટા પર લાવવાનો અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રીએ MDP પ્રમુખ અબ્દુલ્લા શાહિદ સાથે મુલાકાત કરી હતી. શાહિદે મીટિંગ બાદ જ ભારતના વખાણ કર્યા છે.

આ પણ વાંચો----Corruption: સરકારના વડા બનતાં જ મોહમ્મદ યુનુસ દૂધ થી ધોવાઇ ગયા..

Advertisement

જયશંકરનું સ્વાગત કરતાં મને આનંદ થાય છેઃ અબ્દુલ્લા શાહિદ

અબ્દુલ્લા શાહિદ માલદીવના વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે તે ભારતને લઈને માલદીવ સરકારની બદલાયેલી નીતિનું સ્વાગત કરે છે. તેમણે એમ પણ કહ્યું કે માલદીવને હંમેશા ભારત તરફથી મદદ મળવાનું આશ્વાસન છે. અબ્દુલ્લા શાહિદે કહ્યું, "મને MDP સચિવાલયના મારા સાથીદારો સાથે માલદીવમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરને આવકારવા અને મળીને ખૂબ જ આનંદ થયો." તેમણે તેની તસવીરો પણ શેર કરી છે.

Advertisement

માલદીવની સમસ્યાઓમાં મદદ કરનાર ભારત પહેલો દેશ હશેઃ અબ્દુલ્લા શાહિદ

માલદીવના પૂર્વ વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું, "માલદીવને હંમેશા વિશ્વાસ રહ્યો છે કે જ્યારે પણ તે 'ઈન્ટરનેશનલ 911' ડાયલ કરશે, ત્યારે મદદ કરનાર પ્રથમ દેશ ભારત હશે." તેમણે કહ્યું, "ભારત વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર, ઉપહાસ અને ભારત વિરોધી ભાવનાઓને ઉશ્કેરવાને કારણે માલદીવની આંતરરાષ્ટ્રીય છબીને ઘણું નુકસાન થયું છે."

આ પરિવર્તન અસ્થાયી અથવા ઉપરછલ્લું નહીં હોય

અબ્દુલ્લાએ પોસ્ટમાં કહ્યું, "તે જ સમયે, માલદીવને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું અને અન્ય ઘણી બિનજરૂરી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ સરકારની માલદીવ-ભારત નીતિમાં અચાનક પરિવર્તન આવ્યું છે. MDP તેનું સ્વાગત કરે છે." MDP આશા રાખે છે કે આ પરિવર્તન અસ્થાયી અથવા ઉપરછલ્લું નહીં હોય, પરંતુ માલદીવના લોકોના શ્રેષ્ઠ હિતમાં સુસંગત અને અર્થપૂર્ણ હશે."

આ પણ વાંચો---- Sajib Wajed : :મારી માતાનો જીવ ભારતે બચાવ્યો...થેંક્યુ ભારત..."

Tags :
Advertisement

.