Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Malaysia Plane Crash : મલેશિયામાં ચાર્ટર પ્લેન ક્રેશ થઈ કાર-બાઈક સાથે અથડાયું, 10 લોકોના મોત, Video

ગુરૂવારે મલેશિયાથી પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા છે. એક પ્રાઈવેટ જેટ બે વાહનો સાથે અથડાતા રોડ પર અકસ્માતનો ભોગ બન્યુ હતું. આ અકસ્માતમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સહિત 10 લોકોના મોત થયા હતા. આ સિવાય વધુ બે લોકો...
malaysia plane crash   મલેશિયામાં ચાર્ટર પ્લેન ક્રેશ થઈ કાર બાઈક સાથે અથડાયું  10 લોકોના મોત  video

ગુરૂવારે મલેશિયાથી પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા છે. એક પ્રાઈવેટ જેટ બે વાહનો સાથે અથડાતા રોડ પર અકસ્માતનો ભોગ બન્યુ હતું. આ અકસ્માતમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સહિત 10 લોકોના મોત થયા હતા. આ સિવાય વધુ બે લોકો અકસ્માતમાં ફસાયા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે.

Advertisement

જેટ ક્રેશને કારણે 10 લોકોના મોત

મલેશિયામાં ગુરુવારે એક ખાનગી જેટ ક્રેશને કારણે 10 લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો. પ્લેનમાં 2 ક્રૂ મેમ્બર અને 8 પેસેન્જર હતા. આ અકસ્માતમાં રોડ પરથી પસાર થતા બે લોકોના પણ મોત થયા હતા. આ બે લોકો કાર અને બાઇક પર સવાર હતા. વાસ્તવમાં, દુર્ઘટનાના થોડા સમય પહેલા જ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાને હાઇવે પર ઉતરાણ કરવાનું શરૂ કર્યું, તે દરમિયાન તે એક કાર અને બાઇક સાથે અથડાયું અને આગ લાગી. સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પ્રાઈવેટ જેટે હોલિડે આઈલેન્ડથી કુઆલાલંપુર નજીક અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

Advertisement

ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો

Advertisement

સેલાંગોર પોલીસ વડા હુસૈન ઉમર ખાનના જણાવ્યા અનુસાર, પ્લેનને લેન્ડ થવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. પાયલોટ દ્વારા કોઈ ઈમરજન્સી સિગ્નલ આપવામાં આવ્યું ન હતું. તે જ સમયે, એવિએશન ઓથોરિટીના મુખ્ય કાર્યકારીએ કહ્યું કે પાઇલટે સવારે 2.47 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો, તેને 2.48 વાગ્યે ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી તેનો પ્લેન સાથે કોઈ સંપર્ક થયો ન હતો અને 2:51 વાગ્યે તેણે ક્રેશ સ્થળ પરથી ધુમાડો નીકળતો જોયો. રાહતની ટીમ અને ફાયર બ્રિગેડ વિભાગે તરત જ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. પીડિતોની ઓળખ માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : આતંકવાદી યાસીન મલિકની પત્ની પાકિસ્તાનમાં બનશે મંત્રી, આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે JKLF ચીફ

Tags :
Advertisement

.