Malayalam actor Dileep Shankar નું નિધન, હોટલના રૂમમાંથી લાશ મળી
- મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી માહિતી મળી નથી
- Actor ના મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા
- અભિનેત્રી સીમા જી નાયરે એક હૃદયસ્પર્શી નોંધ શેર કરી
Malayalam actor Dileep Shankar : ભારતીય મનોરંજન જગતનું આ વર્ષ સૌથી ખરાબ અને શોકમંદ વર્ષ રહ્યું છે. કારણ કે... આ વર્ષમાં અનેક Actor અને અભિનેત્રીઓનું નિધન થયું છે. તે ઉપરાંત અમુક કલાકારોનું આકસ્મિક અને કુદરતી રીતે અવસાન પણ થયું છે. ત્યારે ભારતીય મનોરંજન જગતમાં વધુ એક પ્રખ્યાત Actor નું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સમચાર સામે આવતની સાથે Malayalam માં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી માહિતી મળી નથી
આજરોજ Malayalam TV industry થી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. Malayalam ટીવી Actor Dileep Shankar નું નિધન થયું છે. આજે એટલે કે 29 મી ડિસેમ્બરની સવારે તિરુવનંતપુરમની એક Hotelના રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. Actor તેના ટીવી શો પંચગનીના શૂટિંગ માટે તે જ Hote lમાં થોડા દિવસો માટે રોકાયો હતો. આ વાત ત્યારે જ પ્રકાશમાં આવી જ્યારે Hotel ના કર્મચારીઓને રૂમમાંથી દુર્ગંધ આવતી જોવા મળી હતી. જો કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Urfi Javed ની જાહેરમાં પોર્નસ્ટાર સાથે તુલના થઈ, સમય રૈનાનો શો છોડીને ભાગી
As per reports, Malayalam film and TV actor #DileepShankar was found dead at his hotel room in Thiruvananthapuram.🙏🏻
Our heartfelt condolences go out to his loved ones during this difficult time. #News pic.twitter.com/7xy9DwaaB3
— Filmfare (@filmfare) December 29, 2024
Actorના મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા
Dileep Shankar લોકપ્રિય ટીવી શો અમ્મરિયાતે અને પંચગની માટે પ્રખ્યાત હતો. Actor થોડા દિવસોથી રૂમની બહાર નીકળતો જોવા મળ્યો ન હતો. અધિકારીઓ Actor ના મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલો હજુ તપાસ હેઠળ છે. Actor ના આકસ્મિક મૃત્યુથી Malayalam મનોરંજન ઉદ્યોગને આઘાત લાગ્યો છે. Dileep Shankar ટીવી અને ફિલ્મો બંનેમાં તેમના ઉત્તમ અભિનય માટે જાણીતા હતો. Actor છેલ્લી વખત સિરિયલ પંચગનીમાં ચંદ્રશેનનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
અભિનેત્રી સીમા જી નાયરે એક હૃદયસ્પર્શી નોંધ શેર કરી
Dileep Shankar ના નિધનથી તેમના પ્રિયજનોને આઘાત લાગ્યો છે. Dileep Shankar ના નિધન પછી અભિનેત્રી સીમા જી નાયરે એક હૃદયસ્પર્શી નોંધ શેર કરી છે. અભિનેત્રીએ લખ્યું, તે દુ:ખની વાત છે, તમે મને પાંચ દિવસ પહેલા જ ફોન કર્યો હતો. પરંતુ ત્યારે હું તમારી સાથે યોગ્ય રીતે વાત કરી શકી નહોતી. હાલમાં જ એક પત્રકારે મને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. આ ક્ષણે હું બીજું કંઈ લખી શકતી નથી.
આ પણ વાંચો: 'પુષ્પા 2' પછી, આ એક્શન ફિલ્મ 'બેબી જોન' માટે બની સમસ્યા, થિયેટરમાં લઈ રહી છે વરુણની ફિલ્મનું સ્થાન